DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

જીવન જરૂરિયાતની આ વસ્તુઓ થશે મોંઘી

Share to



(ડી.એન.એસ)નવીદિલ્હી,તા.૦૩
આરબીઆઈએ ૪ મેના રોજ રેપો રેટમાં ૦.૪૦ ટકાનો વધારો કર્યો હતો અને એવી અપેક્ષા છે કે તે ૮મી જૂને પણ દરમાં વધારો કરી શકે છે. ખાદ્ય સચિવ સુધાંશુ પાંડેએ કહ્યું છે કે દક્ષિણ ભારતમાં ટામેટાના ભાવ બે સપ્તાહમાં સ્થિર થશે. દેશના કેટલાક ભાગોમાં ટામેટાં ૫૦ થી ૧૦૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. તેમણે કહ્યું કે દિલ્હીમાં ટામેટાની કિંમત સ્થિર છે અને જે વિસ્તારોમાં તેની કિંમત વધી છે ત્યાં વરસાદને કારણે પાકને અસર થઈ છે. ૧૩ મેના રોજ સરકારે નિકાસ પર પ્રતિબંધ મૂકીને ઘઉંના ભાવ ઘટાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે હજુ પણ મોંઘો થઈ રહ્યો છે. એક મહિનામાં રૂ. ૨૮.૭૫ થી રૂ. ૨૯.૫૭ પર પહોંચી ગયો. લોટની કિંમત ૨૯.૨૯ રૂપિયાથી વધીને ૩૩.૪૪ રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. મગની દાળ રૂ. ૧૦૨.૨૭ થી રૂ. ૧૦૨.૮ પ્રતિ કિલો જ્યારે મસૂર દાળ રૂ. ૯૬.૪૦ થી રૂ. ૯૬.૮૩ પર પહોંચી ગઈ છે. ઉપભોક્તા મંત્રાલયના ડેટા અનુસાર એક મહિનામાં પામ ઓઈલની કિંમત ૧૫૭.૬૯ રૂપિયા પ્રતિ લીટરથી ઘટીને ૧૫૫.૯૪ રૂપિયા થઈ ગઈ છે. સરસવના તેલનો ભાવ ૧૮૪.૯૫ રૂપિયાથી ઘટીને ૧૮૩.૧૬ રૂપિયા થયો છે. ચાની પત્તીનો ભાવ રૂ. ૨૮૬.૯૭ થી ઘટીને રૂ. ૨૮૪.૨૧ અને ડુંગળીનો ભાવ રૂ. ૨૪.૧૬ થી ઘટીને રૂ. ૨૩.૮૧ થયો છે. મીઠું ૧૯.૪૮ રૂપિયાથી વધીને ૧૯.૪૯ રૂપિયા થયું છે.ફુગાવાને કાબૂમાં લેવા માટે આરબીઆઈના પ્રયાસોની અસર જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવ પર દેખાઇ રહી છે. ઉપભોક્તા મંત્રાલયના ડેટા અનુસાર, એક મહિનામાં ટામેટા ૩૧.૬૪ રૂપિયા પ્રતિ કિલોથી વધીને ૫૨.૩૨ રૂપિયા પ્રતિ કિલો થઈ ગયા છે. તેમાં ૭૦ ટકાથી વધુનો વધારો થયો છે. બટાકાની કિંમત ૨૦.૯૩ રૂપિયાથી વધીને ૨૪.૧૨ રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. તેમાં ૧૭ ટકાનો વધારો જાેવા મળ્યો છે.


Share to

You may have missed