DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

દેશના ઘણા રાજ્યોમાં વરસાદની સંભાવના સામે એલર્ટ જાહેર

Share to



(ડી.એન.એસ)નવીદિલ્હી,તા.૦૩
ભારતીય હવામાન ખાતા અનુસાર આગામી પાંચ દિવસ દરમિયાન આંધ્રપ્રદેશ, તેલંગાના, ઉત્તર આંતરિક કર્ણાટક, તમિલનાડુ, પુડુચેરી, બિહાર, ઝારખંડ, યુપી, ઓડિશા અને ગંગાના પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદની સંભાવના છે અને તેથી એલર્ટ જારી કરવામાં આવ્યું છે. રાજસ્થાનમાં હીટવેવની સ્થિતિ પ્રવર્તી રહી છે જ્યાં ચાર દિવસ સુધી ધૂળની ડમરીઓ આવવાની શક્યતા છે. બીજી તરફ પંજાબ, દક્ષિણ હરિયાણા અને મધ્યપ્રદેશમાં પણ હવામાન ગરમ રહેશે. જેના કારણે લોકોને આકરી ગરમીનો સામનો કરવો પડશે. કર્ણાટક, તમિલનાડુ અને કેરળમાં પણ ભારે વરસાદની સંભાવના છે, જ્યારે આસામ, સિક્કિમ અને ગોવામાં પણ ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. આગામી ૨૪ કલાક દરમિયાન નાગાલેન્ડ, આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, મણિપુર, કેરળ, લક્ષદ્વીપ, દક્ષિણ કોસ્ટલ કર્ણાટક ઓરિસ્સા, કોંકણ, ગોવા, મરાઠવાડા, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશમાં ભારે વરસાદ થશે. દિલ્હી એનસીઆર, પંજાબ અને હરિયાણામાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે જ્યારે રાજસ્થાન-ગુજરાતમાં ધૂળવાળા પવનો ફૂંકાઈ શકે છે.દેશના ઘણા રાજ્યોમાં હાલમાં આંધી-તોફાને ઉત્પાત મચાવ્યો છે. લોકો હવામાનના ઉલટફેરથી પરેશાન છે. વળી, હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ કહી રહી છે કે દિલ્લી સહિત ઘણા રાજ્યોમાં આજે હળવાથી મધ્યમ વરસાદના અણસાર છે. વળી, રાજધાનીમાં રવિવાર સુધી લૂ લાગવાના બિલકુલ અણસાર નથી પરંતુ સોમવારથી એક વાર ફરીથી દિલ્લીનુ તાપમાન ચાલીસને પાર જઈ શકે છે. આઈએમડીએ કહ્યુ છે કે દક્ષિણ ભારતમાં મોનસુનના કારણે ભારે વરસાદ થઈ રહ્યો છે. વળી, ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આંધી-તોફાન આવી રહ્યુ છે.


Share to

You may have missed