DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

અંકલેશ્વરના સ્પામાંથી સેક્સ રેકેટનો પર્દાફાશ ઃ સંચાલકની ધરપકડ

Share to


(ડીએન.એસ)અંકલેશ્વર,તા.૦૩
અંકલેશ્વરજી.આઈ.ડી.સી.પોલીસે વાલિયા ચોકડી સ્થિત ઓમકાર-૧ શોપિંગ સેન્ટરમાં મુસ્કાનસ્પાની આડમાં ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ કરી સંચાલકને ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વરની વાલિયા ચોકડી સ્થિત ઓમકાર-૧શોપિંગ સેન્ટરમાં મુસ્કાન સ્પાના આડમાંકુટણખાનું ચાલતું હોવાની બાતમી જી.આઈ.ડી.સી પોલીસ મથકના પીઆઇ.વી.એ.આહીર ને મળી હતી. તેમણે વિભાગીય પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ ડમી ગ્રાહક અને પંચો તૈયાર કરી ૨ મહિલા પોલીસ સહિત ૧૦ પોલીસ જવાનોને રેડ માટેતૈયાર કર્યા હતા. જેમાં ડમી ગ્રાહક સ્પા જતાં જ પોલીસ પર મિસ્ડ કોલ કરતા પોલીસેરેડ કરી હતી. પોલીસને કાઉન્ટર પરથી મૂળયુપી અને હાલ શોપિંગ સેન્ટર ખાતે રહેતા સ્પાનો સંચાલક સાહિદખાન અખ્તર ખાન તેમજ મસાજમાટે આવેલ ઈસમ મળી આવ્યો હતો. જ્યારે સ્પાના રૂમમાંથી કઢંગી હાલતમાં ડમી ગ્રાહકસાથે યુવતી મળી આવી હતી. તો અન્ય રૂમમાંથી યુવતી કઢંગી હાલતમાં મળી આવી હતી. પોલીસેસ્પા ના નામે દેહ વેપાર ચલાવતા સંચાલકની અટકાયત કરી હતી અને કાઉન્ટર તેમજ અંગઝડતી માંથી રોકડા અને ૧ મોબાઈલ મળી કુલ રૂપિયા ૧૫હજારથી વધુના મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથધરી છે.ભરૂચ બાદ હવે અંકલેશ્વર માં સ્પા ની આડ માં કુટણખાનું ઝડપાયું છે. અંકલેશ્વર ની વાલિયા ચોકડી ઉપર મુસ્કાન સ્પામાંથી સેક્સ રેકેટ પકડાયું હતું. અને સ્પા સંચાલકની અટકાયત કરી હતી.રોકડ અને મોબાઈલ મળી કુલ રૂપિયા ૧૫ હજારથી વધુના મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અંકલેશ્વર માં બિલાડી ની ટોપ ની જેમ ફૂટી નીકળેલા સ્પા સેન્ટર પર વ્યાપક દરોડા પડે તો અનેક સેક્સ રેકેટ ઝડપાય શકે છે. તો સ્પા નું નિયમિત ચેકીંગ ક્યારે તેવા સવાલ સામે આવી રહ્યા છે.


Share to

You may have missed