DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

આણંદમાં ૨૬૬.૭૪ લાખની વીજ ચોરી પકડાઈ

Share to



(ડી.એન.એસ)આણંદ,તા.૦૩
આણંદ નોર્થ રૂરલ ડિવીઝનમાં ૧૪ લાખના ટાર્ગેટ આપવામાં આવ્યું હતું. જેમાં ૭૪૨ વીજ મીટરો ચેક કરીને ૧૨૬ વીજચોરને ઝડપી પાડયા હતા.મોગરી રૂરલ ૬૭૭ ચેક કરીને ૧૯૪ વીજ ચોર કરતાં ઝડપાયા હતા. ઉમરેઠ રૂરલ ૫૫૯ વીજમીટરો ચેક કરીને ૧૪૫ વીજચોર ઝડપાયા, ભાલેજ રૂરલ ૬૭૬ વીજમીટર ચેક કરીને ૧૨૧ વીજધારકોને ચોરી કરતાં ઝડપી પાડયા હતા. આમ આણંદ જિલ્લામાં પેટલાદ રૂરલ, બોરસદ રૂરલ,આંકલાવ સહિત આસોદર રૂરલ, વાસદ વિદ્યાનગર અને આણંદ કુલ ૧૦૪૪૬ વીજમીટરો તપાસવામાં આવ્યા હતા.જેમાં લંગર નાંખી,ડાયરેકટ વીજચોરી સહિતના જુદા જુદા નુશખા અપનાવતાં ૨૨૬૮ વીજચોરને ઝડપી પાડયા હતા. આમ રાજયના વીજતંત્રએ આણંદ વીજતંત્રને આપેલા ૨૫૪ લાખના ટાર્ગેટની સામે ૨૬૬.૭૬ લાખની વીજ ચોરી ઝડપી પાડીને ૧૦૫.૦૨ ટકાની કામગીરી કરી હતી.આણંદ શહેર સહિત જિલ્લામાં વીજધારકો જુદા જુદા નુશખા અપાનાવીને વીજચોરી કરતાં હોવાની ફરિયાદો ઉઠી હતી. ત્યારે વીજચોરી અટકાવવાના ભાગરૂપે આણંદ વીજતંત્રએ દરોડા પાડીને આણંદ જિલ્લામાં ચાલુવર્ષ દરમિયાન કુલ ૧૦,૪૪૬ વીજકનેકશન તપાસવામાં આવ્યા હતા. જેમાં ૨૨૬૮ વીજધારકોને વીજચોરી કરતાં રંગે હાથ ઝડપાયા હતા.આથી અધિનિયમ મુજબ ૨૬૬.૭૬ લાખ માતબર રકમનો દંડ ફટકાર્યો છે. આમ, રાજયના વીજતંત્રએ આણંદ વીજતંત્રને વીજચોરી ઝડપી પાડવા માટે ૨૫૪ લાખનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. જેની સામે વીજતંત્રએ ૨૬૬.૭૬ લાખ દંડ વસુલીને રાજયમાં ૧૦૫.૦૨ ટકા કામગીરી કરીને અગ્રેસર રહ્યું છે.


Share to

You may have missed