DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

એસટી વિભાગના મેનેજરના પાસવર્ડથી કૌભાંડ આચરવામાં આવ્યુંગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમમાં ૬ લાખનું કૌભાંડ બહાર આવ્યું

Share to



(ડી.એન.એસ)સુરત,તા.૦૩
ગુજરાતમાં દિવસેને દિવસે અનેક કૌભાંડ બહાર આવી રહ્યા છે ત્યારે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમને ૧૧ એજન્ટોએ બસની ટ્રીપ કેન્સલ કરાવી ટિકિટોનું રિફંડ મેળવી ૬.૧૨ લાખનું કૌભાંડ કર્યુ છે. આ કૌભાંડ ડેપો મેનેજરના આઈડી-પાસવર્ડથી કરાયું હતું. બનાવ અંગે સુરત ડેપો મેનેજર વિરેન્દ્ર પવારે સાયબર ક્રાઇમમાં ફરિયાદ આપી છે. જેના આધારે પોલીસે ૧૧ એજન્ટો સામે ઠગાઈનો ગુનો નોંધ્યો છે. જીએસઆરટીસીની વેબસાઇટ પરથી એજન્ટો ટિકિટ બુક કરાવતા હતા. સુરતથી ઉપડતી દાહોદ અને ગોંડલ તેમજ અન્ય રૂટોની બસોની ૬૦ ટ્રીપો ૧૭-૪-૨૨ થી ૧૨-૫-૨૨ સુધીમાં કેન્સલ કરાઈ હતી. બસ કેન્સલ થતા એજન્ટોએ રિફંડ લીધું હતું. સૌથી ચોંકાવનારી હકીકતો એવી છે કે, સુરતથી ઉપડતી દાહોદ-ગોંડલ સહિતના રૂટોની બસો સુરતથી ઉપડી ગયા પછી ટ્રીપ કેન્સલ કરાવાતી હતી. પછી તે કેન્સલ થયેલી બસનું એજન્ટોને રિફંડ મળી જતું હતું. બસની ટ્રીપ કેન્સલ કરવાની ઓથોરિટી ડેપો મેનેજરની પાસે હતી. મેનેજરના યુઝર આઈડી અને પાસવર્ડથી ૬૦ ટ્રીપો કેન્સલ કરી ૧૧ એજન્ટોએ ૧.૫૭ લાખનું રિફંડ મેળવ્યું હતું. એજન્ટોએ જીએસઆરટીસીને કુલ ૬.૧૨ લાખનો ચૂનો ચોપડ્યો છે. કેન્સલ કરેલી બસોમાં મોટેભાગની ટિકિટો એજન્ટો બુક કરતા હોવાનું બહાર આવ્યું છે.


Share to

You may have missed