DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

કલકત્તામાં ૧૦ મિનિટમાં તમારા ઘરે દારૂ ડિલીવર થશે

Share to


(ડી.એન.એસ)હૈદરાબાદ,તા.૦૩
હૈદરાબાદમાં બેસ્ડ એક સ્ટાર્ટઅપે કલકત્તા સિટીમાં ફક્ત ૧૦ મિનિટમાં દારૂની ડિલીવરી કરવાની સર્વિસ શરૂ કરી છે. ઇનોવેન્ટ ટેક્નોલોજી પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રન કરવામાં આવનાર બ્રાંડ બૂઝી દ્રારા એક નિવેદનમાં આ સર્વિસને શરૂ કરવાની જાણકારી આપવામાં આવી છે. કંપની દ્રારા દાવો કરવામાં આવ્યો છે કે ૧૦ મિનિટમાં દારૂ પહોંચાડવાની ઓફર કરનાર દેશનું પ્રથમ ઓનલાઇન પ્લેટફોર્મ છે. નિવેદન અનુસાર આ ફાસ્ટ ડિલીવરી સર્વિસ માટે બૂઝીને પશ્વિમ બંગાળ રાજ્ય આબકારી વિભાગ પાસેથી મંજૂરી મળી ગઇ છે. બૂઝી એક ડિલીવરી એગ્રીગેટર પ્લેટફોર્મ છે, જે દારૂની નજીકની દુકાનોમાંથી પ્રોડક્ટ લઇને ગ્રાહકો સુધી પહોંચાડે છે. કંપનીએ એ પણ કહ્યું કે આ ફાસ્ટ સર્વિસ માટે એઆઇનો પણ ઉપયોગ કરવામાં આવે છે. બૂઝીના કો-ફાઉન્ડર તથા સીઇઓ વિવેકાનંદ બલિજેપલ્લીએ કહ્યું એડવાન્સ ટેક્નોક્લોજીના ઉપયોગથી દારૂ આપૂર્તિ અને ઉપયોગ સાથે જાેડાયેલી તમામ આશંકાઓને દૂર કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. ઘણી રાજ્ય સરકારો દ્વારા સમયાંતર દારૂ પર લાગનાર ટેક્સને ઘટાડ્યા બાદ હવે વધુ એક સારા સમાચાર આવ્યા છે. દારૂના શોખીનોને આ સમાચાર ખૂબ ખુશ કરી દેશે. જી હાં એક સ્ટાર્ટઅપની દ્વારા ઓર્ડર કરવા પર ૧૦ મિનિટમાં દારૂની ડિલીવરી તમારા એડ્રેસ પર પહોંચી જશે.


Share to

You may have missed