DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

નેત્રંગ ના ગાલીબા પંચાયત મા ફરજ બજાવતા તલાટી ની આંતર જિલ્લા બદલી થતા વિદાય સમારંભ યોજાયો.

Share to



નેત્રંગ.  તા. ૦૩-૦૬-૨૦૨૨.

નેત્રંગ તાલુકા ના ગાલીબા ગ્રામપંચાયત મા ફરજ બજાવતા તલાટી કમ મંત્રી ની આંતર જિલ્લા બદલી થતા નેત્રંગ તલાટી મંડળ થકી વિદાય સમારંભ યોજાયો હતો.
પંચાયત, ગ્રામ ગુહ નિમાઁણ  અને ગ્રામ વિકાસ  વિભાગ, સચિવાલય ગાંધીનગર દ્રારા પંચાયત સેવા વગઁ ૩/૪ ના કમઁચારીઓની  સ્વ વિનંતી ની આંતર જિલ્લા બદલીઓની અરજીઓ સંદભે તા ૨૮‌-૦૫-૨૦૨૨ ના રોજ રાજયભરમા કુલ્લે ૧૦૬૭ કમઁચારીઓ ની બદલી ના ઓર્ડર કરાતા નેત્રંગ તાલુકા ના ગાલીબા ગ્રામપંચાયત મા છેલ્લા છ , સાત વર્ષ થી તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા રાહુલભાઇ જનકભાઇ પરમાર ની તેઓ ના માદરે વતન તાપી જિલ્લા મા બદલી થતા તા.૧ જુન ના રોજ નેત્રંગ તલાટી મંડળ થકી તેઓનો વિદાય સમારંભ નુ આયોજન તાલુકા પંચાયત ભવન નેત્રંગ ખાતે કરવામા આવ્યુ હતુ. જેમા તાલુકા વિકાસ અધિકારી મલેક તલાટી મંડળ ના પ્રમુખ ભાસ્કર વસાવા સહિત તલાટીઓ હાજર રહ્યા હતા. રાહુલ પરમાર નુ શાલ ઓઢાળી, ગીફ્ટ આપી ભવ્ય વિદાય આપવામા આવી હતી. તલાટી રાહુલભાઇ પરમારે આ પ્રસંગે જણાવ્યુ હતુ કે કોઇ પણ જાત ના વિધ્ન વિના એક જ જિલ્લા અને એક જ તાલુકા મા એક જ સેજામા તમામ સહ કમઁચારીઓ ના સહકાર થી છ થી સાત વર્ષ સુધી ફરજ બજાવી એ બદલ તમામ નો આભાર વ્યક્ત કર્યો હતો.

*દૂરદર્શી ન્યૂઝ વિજય વસાવા નેત્રંગ*


Share to

You may have missed