DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

ધી ભરૂચ ડિસ્ટ્રીકટ સેન્ટ્રલ કો-ઓ બેંકનાં અદ્યતન સહકારી શિક્ષણ ભવનનું ભારતના ગૃહ અને સહકાર વિભાગના મંત્રી શ્રી અમિતભાઈ શાહ દ્વારાવર્ચ્યુઅલ ખાતમુહૂર્ત કરાયુંસમગ્ર દેશમાં “સહકારી શિક્ષણ” આપવાની આવકારદાયક નવીન પહેલ :કેન્દ્રીય ગૃહ અને સહકાર વિભાગના મંત્રી શ્રી અમિતભાઈ શાહ

Share to


ભરૂચ દુધધારા ડેરી ભોલાવ ખાતે “સહકાર સંમલેન” યોજાયું
******************************
ભરૂચ:શુક્રવાર: ભરૂચ ડિસ્ટ્રીકટ સેન્ટ્રલ કો-ઓ બેંકના કર્મચારીઓ,ગ્રાહકો તેમજ ભરૂચ અને નર્મદા જીલ્લાની સહકારી મંડળીઓના કમિટિ સભ્યો, સભાસદો અને કર્મચારીઓને સહકારી ક્ષેત્રને લગતુ શિક્ષણ અને તાલીમ મળી રહે તે માટે આ બેંક દ્રારા અદ્યતન “સહકારી શિક્ષણ ભવન” ઉભુ કરાયું છે. જેનુ વર્ચ્યુઅલ ખાતમુહુર્ત દુધધારા ડેરીના ગ્રાઉન્ડ ખાતે આયોજીત સહકાર સંમલેનમાં દેશનાં ગૃહ અને સહકાર વિભાગના મંત્રી શ્રી અમિતભાઈ શાહે કર્યું હતું.
આ પ્રસંગે નવસારીના સાંસદ શ્રી સી. આર. પાટીલ તથા ગુજરાત સરકારના સહકાર મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા ઉપરાંત વિશેષ ઉપસ્થિત હતાં. આ ઉપરાંત ભરૂચના સાંસદ મનસુખભાઇ વસાવા, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણના મંત્રી શ્રી ડૉ કુબેર ડીંડોર,નાયબ મુખ્ય દંડક શ્રી દુષ્યંતભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી અલ્પાબેન પટેલ, વાગરા ધારાસભ્ય શ્રી અરૂણસિંહ રણા, શ્રી પ્રદીપસિહ વાઘેલા, શ્રી મારુતિસિહ અટોદરિયા, પૂર્વ સાંસદ શ્રી ભરતભાઈ પરમાર, જિલ્લા કલેકટર શ્રી તુષાર સુમેરા તથા જિલ્લા પોલીસ અધીક્ષક શ્રીમતી લીના પાટીલ વગરેની ઉપસ્થિતીમાં દિપપ્રાગટ્ય દ્વારા કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી
આ પ્રસંગે કેન્દ્રીય અને સહકાર વિભાગના મંત્રી શ્રી અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે ,૧૧૫ વર્ષ જૂની આ સંસ્થાએ ખુબ સુંદર અને અદભુત કાર્યની શરૂઆત કરી છે. સહકારી મંડળીઓનું કર્તવ્ય અને અધિકારોની જાણકારી મંડળીના નીચલા સ્તર પર ન પહોંચે ત્યાં સુધી સહકાર ક્ષેત્ર સમૃદ્ધ અને પારદર્શક બનાવી શકાય નહીં. લોકોપયોગી બનાવવા માટે આ પ્રકારના પ્રશિક્ષણની ખૂબ જરૂર છે. તેમણે વધુમાં જણાવ્યું કે, આ બેન્કે પોતાના સ્વભંડોળમાંથી આવા આધુનિક પ્રશિક્ષણ બનાવવાના નિર્ણયને ખૂબ આવકાર્ય પગલું ગણાવ્યું હતું.આ પ્રકારના શિક્ષણમાં કમ્પ્યુટર લેબ, મેનેજમેન્ટ યુક્ત કો-ઓપરેટીવને લગતું પુસ્તકાલય,મંડળીના કામકાજના નિયમોની સાચું જ્ઞાન આપતું કેન્દ્ર બનશે. સહકારી ક્ષેત્રના સ્ટાફને ડિજિટલાઇઝેશન અંગેનું સાંપ્રત સમયની માંગ અનુસારનું પ્રશિક્ષણ સહકારી ક્ષેત્રના સમૃધ્ધિ માટે ખૂબ ઉપયોગી સાબિત થશે.
આ ઉપરાંત તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ પ્રકારના શિક્ષણની શરૂઆત રાજ્યની અન્ય કો-ઓપરેટીવ સોસાયટી પણ અપનાવે તો સહકારી ક્ષેત્ર મજબૂત બનાવાવનું કાર્ય ઝડપી બનશે.
આ ઉપરાંત જેમ રાજ્ય અને કેન્દ્ર સરકાર ખરીદી જેમ પોર્ટલ મારફતે થાય છે તેમ હવે કો એપરેટીવ સોસાયટી પણ જેમ પોર્ટલ ઉપરથી ખરીદી કરી શકશે. જેથી કરીને વહીવટી પ્રક્રિયામાં પારદર્શકતા અને ઝડપી બનશે. આ પ્રકારનું પ્રશિક્ષણના પ્રોજેક્ટ થકી રાજ્યની ૬૫ હજારથી વધુ સહકારી મંડળીઓને નવું જીવન મળશે. આ ઉપરાંત આવી મંડળીઓનો ઢાંચો મજબૂત કરવા માટે અંબરેલા સ્કીમનું પણ આયોજન બજેટમાં વિચાર્યુ છે.
આ પ્રસંગે ભરૂચના સાંસદ શ્રી મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે,અહીં સ્થાનિક સહકારી ક્ષેત્રો એવી નર્મદા જીલ્લામાં આવેલી સુગર ફેક્ટરી તથા ભરૂચ જિલ્લામાં આવેલી દૂધ ધારા ડેરી પણ પશુપાલકો અને ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થઇ છે. આ બંને સંસ્થાઓએ ગરીબ તથા મધ્યમ વર્ગના લોકો માટે આર્થિક રીતે સમૃધ્ધ કરવા માટે અનન્ય કાર્ય કર્યું છે. જ્યારે આવી જ સંસ્થા તરફથી સહકારી ક્ષેત્રનું શિક્ષણ મળે છે ત્યારે સહકારી ક્ષેત્રને નાવિન્યતા પ્રદાન થશે.

આ પ્રસંગે રાજ્યના સહકાર મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં સૌ પ્રથમ વડોદરા ખાતે સહકારી મંડળીની સ્થાપના થઈ ત્યારબાદ આઝાદીના અમૃત મહોત્સવ દરમિયાન આ પ્રકારની શરૂઆતને સહકાર ક્ષેત્રે એક નવી શરૂઆત તરીકે ગણાવ્યું હતું. ગુજરાતમાં દર ત્રીજો ગુજરાતી એક સહકારી ક્ષેત્ર સાથે સંકળાયેલો છે ત્યારે ભરૂચ જિલ્લામાં 2965 જેટલી સહકારી મંડળી નોંધાયેલી છે. તેમણે અમુલ ફેડરેશનનું એક ઉત્તમ ઉદાહરણ આપતા જણાવ્યું હતું કે, મહિલાઓ જ્યારે ડેરીમાં દૂધ ભરાવે છે ત્યારે તેમના એકાઉન્ટમાં આ ફેડરેશન દ્વારા દોઢસો કરોડથી વધુ નાણા સીધા જમા કરવામાં આવે છે. આમ સહકાર ક્ષેત્રે આવી સંસ્થાએ એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ ઉપરાંત તેમણે કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ થકી થયેલા લાભો અંગે પણ જણાવ્યું હતું.
આ પ્રસંગે નવસારી સાંસદ શ્રી સી આર પાટીલ, નાયક મુખ્ય દંડક શ્રી દુષ્યંતભાઈ પટેલ, રાજ્ય શિક્ષણમંત્રી શ્રી કુબેરસિંહ ડિંડોર તથા બેંકના ચેરમેન અને વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ એ.રણાએ પણ પ્રાંસંગિક પ્રવચન કર્યા હતા.
આ સાથે સહકારી ક્ષેત્રોનો આગેવાનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


Share to

You may have missed