DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ખેડૂતો માટે આશીર્વાદ સમાન : લાભાર્થી ખેડૂત કનૈયાલાલ પટેલખેડૂત કુટુંબને પ્રતિવર્ષ રૂ.૬000 ત્રણ સમાન હપ્તામાં ચાર માસનાઅંતરે ચુકવવામાં આવે છે.

Share to


ભરૂચ: શુક્રવાર: નાના અને સીમાંત ખેડૂતોની આવકમાં વધારો કરવાના ઉદેશથી 01/12/2018થી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અમલમાં મુકવામાં આવી છે. ખેડૂત કુટુંબને પ્રતિવર્ષ રૂ.6,000 ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરના માધ્યમથી ત્રણ સમાન હપ્તામાં ચાર માસના અંતરે ચુકવવામાં આવે છે. ભરૂચ જિલ્લાના કુકરવાડા ગામનાં ખેડૂત કનૈયાલાલ બાબુભાઈ પટેલ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના વિશે જણાવ્યું કે, હાલમાં હું અને મારું કુટુંબ ખેતી કામ કરી ગુજરાન ચલાવીયે છીએ. પહેલા ઘણી વાર એવું બનતું કે ચોમાસુ માથે હોય અને વાવણી કરવાનો સમય થઇ ગયો હોય પરંતુ પૈસા ના હોવાના કારણે બિયારણ લેવાનો પ્રશ્ન ઉદભવતો પરંતુ સરકારશ્રીની આ યોજનાથી એ પ્રશ્નનો ઉકેલ આવી ગયો છે. અને સમયસર બિયારણ લઇ શકું છું. જેના કારણે પાક ઉગાડવામાં પણ મોડું નથી થતું. વધુમાં, કનૈયાલાલે જણાવ્યું કે, માત્ર બિયારણ જ નહીં પણ તાડપત્રી, યુરિયા જેવી અનેક ખેતી માટેની જરૂરી વસ્તુઓ આસાનીથી ખરીદી શકું છું. સરકારશ્રીની આ યોજનાથી મારા ખાતામાં જ સીધા પૈસા ટ્રાન્સફર થઇ જાય છે. અને મારે કોઈ પણ કચેરીના ધક્કા ખાવા પડતા નથી. જેથી કરી ખેતીકામમાં વધુ ધ્યાન આપી શકું છું. અને મારા ખાતામાં પુરા 2,000 રૂપિયા મળી રહે છે. આમ સમયસર સહાય મળી રહેતા ખેતીમાં પણ સમયસર કામ થઇ શકે છે.
આગળ અન્ય ખેડૂતોને પણ પ્રધાનમંત્રીશ્રીની આ યોજનાનો લાભ લેવા અનુરોધ કરતા કનૈયાલાલએ જણાવ્યું કે, મારી જેમ અન્ય ખેડૂતોને પણ આવી મુશ્કેલીનો સામનો કરવો પડતો હશે. માટે નાના અને સીમાંત ખેડૂતો આ યોજનાનો લાભ લઇ આવકની સાથે સાથે ખેત ઉત્પાદન પણ વધારી શકે છે.


Share to

You may have missed