DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

સંખેડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ અને તેમની પત્નીએ કરી આત્મહત્યા

Share to



સંખેડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા જમાદાર ભરત ભરવાડ અને તેની પત્ની એ ઝેરી દવા ગટગટાવી મોતને વ્હાલું કર્યું

સંખેડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ અને તેની પત્નીએ નસવાડી તેમના મકાન માં ઝેર પીને આપઘાત કર્યો હતો નસવાડીના ભરવાડ વાસ માં રહેતા અને હાલમાં સંખેડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ભરતભાઇ ભરવાડ ઉંમર ૩૫ વર્ષ હોય તેઓ પરિવાર સાથે રહેતા હતા ગઈ કાલે સવારે તેઓ નોકરી જતા પહેલા ઘરમાં કંકાસ થતાં સવારે ૯ થી ૧૦ ના ટાઈમ માં ભરતભાઈ અને તેમની પત્ની બન્નેવે ઝેરી દવા પી લેતા તેઓ મૃત્યુ થયા હતા તેમની પત્ની નસવાડી સરકારી દવાખાનામાં લાવતા તેમનું મોત નીપજ્યું હતું જ્યારે પોલીસ કોન્સ્ટેબલ ને સારવાર અર્થે બોડેલી લઈ જતા રસ્તામાં તેમનું મૃત્યુ નિપજ્યું હતું

સંખેડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા જમાદાર ભરત ભરવાડ અને તેની પત્ની એ ઝેરી દવા ગટગટાવી મોતને વ્હાલું કર્યું.
મળતી માહિતી મુજબ ઘર કંકાસ ને કારણે પોલીસ કોન્સ્ટેબલે દવા પીધી હોવાનું જાણવા મળ્યું છે મૃતક પોલીસ કોન્સ્ટેબલના એક દીકરો અને છ દીકરી હોવાનું જાણવા મળ્યું છે પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઈ એ આપઘાત કરતા સમગ્ર નસવાડી સહિત સમગ્ર સમાજમાં શોકનું મોજુ ફરી વળ્યું છે પોલીસ દ્વારા મૃતક નું પીએમ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે



ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


Share to

You may have missed