DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

કેન્દ્રની મોદી સરકારના ૮ વર્ષ પૂર્ણ થયાના ભાગરૂપે બોડેલી સર્કિટ હાઉસ ખાતે છોટાઉદેપુર જિલ્લા ભાજપની પ્રેસ કોન્ફરન્સ યોજાઇ

Share to



છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે આવેલ ગેસ્ટ હાઉસમાં બપોરે ૧૨:૦૦ કલાકે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની કેન્દ્ર સરકારના ૮ વર્ષ પુરા થયાના ભાગરૂપે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં છોટાઉદેપુર લોકસભાના સાંસદ ગીતાબેન રાઠવાએ પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારોને જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની કેન્દ્ર સરકાર ૨૦૧૪ માં સમગ્ર દેશમાં સ્પષ્ટ બહુમતી સાથે સરકાર બનાવી હતી.જેમાં વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ મોદી સર્વ સંમતિથી દેશની ધુળા સંભાળી હતી.નરેન્દ્રભાઈ મોદીએ દેશની સંસદને નતમસ્તક કરી છેવાડાના માનવીને સ્પર્શે અને લાભ મળે તેવા ઐતિહાસિક નિર્ણયો લઈને અનેક યોજનાઓ અમલમાં મૂકી હતી.જેના લાભ સ્વરૂપે પ્રજાજનોને તેનો લાભ મળી રહ્યો છે.કેન્દ્રની મોદી સરકારે બેંકમાં ઝીરો બેલેન્સથી ગરીબોના ખાતા ખોલવાની જનધન યોજના,આરોગ્યને ધ્યાનમાં લઈને આયુષ્યમાન યોજના,ખેડૂતો માટેની પ્રધાનમંત્રી સન્માનનિધિ યોજના,ઘરે ઘરે પીવાના પાણીની નલ સે જલ યોજના,ગરીબો માટે મફત અનાજ યોજના,વૃદ્ધા પેન્શન,વિધવા પેન્શન,લારી,ગલ્લાવાળા માટેની માતૃવંદના યોજના,નાના ધંધાદારીઓ માટે મુદ્રા યોજના જેવી અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં લાવી અનેક પરિવારોનું જીવનધોરણ ઉંચુ આવ્યું છે.કેન્દ્રની મોદી સરકારે જમ્મુ કાશ્મીરમાં ૩૭૦ અને ૩૫ A ની કલમ દૂર કરવાની વાત હોય,તીન તલાકનો કાયદો દૂર કરવાની વાત હોય,રામ મંદિરના નિર્માણનો નિર્ણય જેવા ઐતિહાસિક નિર્ણયો કરી ૮ વર્ષ પૂર્ણ કર્યા છે પ્રજાવત્સલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને છોટાઉદેપુર જિલ્લાના સમસ્ત કાર્યકરો,હોદ્દેદારો અને શુભેચ્છકો ખુબ ખુબ શુભેચ્છા પાઠવી હતી.આ પ્રેસ કોન્ફરન્સમાં સંખેડા વિધાનસભાના ધારાસભ્યશ્રી અભેસિંહભાઈ તડવી,જિલ્લા ભાજપા અધ્યક્ષ રશ્મીકાન્તભાઈ વસાવા,મહામંત્રી શંકરભાઇ રાઠવા,ધર્મેન્દ્રસિંહ પરમાર સહીત સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.



ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


Share to

You may have missed