ભરૂચઃગુરૂવાર- માનનીય મુખ્યમંત્રીશ્રી ધ્વારા લોકસુખાકારી વધારવા માટે લોકોની ફરિયાદોનું સમયસર અને અસરકારક નિવારણ થાય તે માટે જિલ્લા કક્ષાએ મહિનાના ચોથા ગુરૂવારના દિવસને “ફરિયાદ નિવારણ દિવસ” તરીકે જાહેર કરેલ છે.
માહે:જૂન-૨૦૨૨ના માસનો ગુરૂવાર તા.૨૩/૦૬/૨૦૨૨(ચોથો ગુરૂવાર) “ફરિયાદ નિવારણ દિવસ” હોઇ ફરિયાદ અરજી તા.૧૦/૦૬/૨૦૨૨ સુધીમાં કલેકટર કચેરી- ભરૂચ ખાતે રૂબરૂ અથવા ટપાલમાં બે નકલમાં મોકલી આપવાની રહેશે.
અરજદારે અરજીના મથાળે ફરિયાદ નિવારણ કાર્યક્રમ એમ ખાસ લખવાનું રહેશે.અરજીઓ બે નકલમાં સુવાંચ્ય અક્ષરોમાં ફુલસ્કેપ કાગળ ઉપર કરવાની રહેશે અને તેમાં અરજદારે પોતાનો ટેલીફોન નંબર/મોબાઇલ નંબર અવશ્ય લખવાનો રહેશે.પોસ્ટકાર્ડ કે આંતરપ્રદેશીય પત્રો પર અરજી કરવાની નથી.અરજદારે પોતાનો પ્રશ્ન જાતે રજુ કરવાનો રહેશે. બીજાનો પ્રશ્ન રજૂ કરવો નહિ. અરજીમાં એક જ વિષય અને એક જ કચેરીને લગતી બાબતનો સમાવેશ કરવાનો રહેશે.અરજીમાં ફરિયાદને લગતી કચેરીનું નામ પણ સ્પષ્ટ જણાવવાનું રહેશે. અગાઉ જે તે ખાતામાં કરેલ અરજીનો નિયમસર નિકાલ ન થતો હોય તેમજ આ અંગે અગાઉ તાલુકા કક્ષાના ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં પ્રશ્ન રજૂ કરેલ હોય,પરંતુ નિકાલ થયેલ ન હોય તેવી અરજી રજૂ કરવાની રહેશે. કોર્ટને લગતા, નોકરીને લગતી બાબતો, પેન્શન, રહેમરાહે નોકરી જેવા મહેકમ વિષયક પ્રશ્નો તેમજ પ્રથમ વખતની અરજીની બાબતો લેવામાં આવશે નહિ.
અત્રેની જે અરજદારશ્રીને ફરિયાદ નિવારણમાં હાજર રહેવાની જાણ કરેલ હોય તે સિવાયના ફરિયાદ નિવારણના પ્રશ્ન લઇને અન્ય કોઇ પણ અરજદારે હાજર રહેવાનું નથી.
માહે ફેબ્રુઆરી-૨૦૧૧થી “ગ્રામ સ્વાગત” કાર્યક્રમ શરૂ કરવા માનનીય મુખ્યમંત્રીશ્રીનો અભિગમ છે અને આ કાર્યક્રમ હેઠળ ગામના પ્રશ્નોની ફરિયાદ અરજીને “તાલુકા સ્વાગત” કાર્યક્રમમાં સમાવેશ કરી નિકાલ કરવાની છે જેથી જે તે માસની ૧ લી તારીખથી ૧૦મી તારીખ સુધીમાં સંબંધિત ગામના તલાટી કમ મંત્રીશ્રીને ગામના પ્રશ્નોની ફરિયાદ અરજી મોકલવાની રહેશે. માહે:એપ્રિલ-૨૦૨૨ માસનો “તાલુકા સ્વાગત” ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૨/૦૬/૨૦૨૨ના રોજ યોજાનાર હોઇ તા.૧૦/૦૬/૨૦૨૨ સુધીમાં સંબંધિત ગામના તલાટી કમ મંત્રીશ્રીને મોકલવી એમ કલેકટરશ્રી – ભરૂચ ધ્વારા એક અખબારી યાદીમાં જણાવેલ છે.
Khabar Ek dum Sachi
More Stories
પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગરના ૧૦૦ કલાક પ્રોગ્રામ અંતર્ગત કોમ્બીંગ કરી શરીર સબંધી, મિલ્કત સબંધી ગુનેગારોની ગે કા પવતી અંગે આજ રોજ રાખેલ ડ્રાઇવ દરમ્યાન કાયદેસર કાર્યવાહી કરતી જૂનાગઢ પોલીસ,
જૂનાગઢ શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે આંખના રોગ નો ફ્રી નિદાન કેમ્પ. યોજાયો
ઝઘડિયા ગામે એક મકાનમાંથી રૂપિયા ૧૦ લાખ ઉપરાંતનો મુદ્દામાલ ચોરાયો જ્યારે અવિધા ગામે તસ્કરો એક મકાનમાંથી રૂપિયા ૯ લાખ જેટલી મતા ઉઠાવી ગયા