DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

ભારતીય જનતા પાર્ટી ભંડોળ ભેગુ કરવામાં સૌથી આગળ

Share to



(ડી.એન.એસ)નવીદિલ્હી,તા.૦૧
ભારતીય ચૂંટણી પંચે રાજકીય પક્ષોના દાન સંબંધિત રિપોર્ટને સાર્વજનિક કર્યો છે. આ અહેવાલ મુજબ ભાજપને વિવિધ એકમો, ચૂંટણી ટ્રસ્ટ અને વ્યક્તિઓ પાસેથી ૪,૭૭,૫૪,૫૦,૦૭૭ રૂપિયાનુ દાન મળ્યુ છે. આ સંદર્ભમાં ભાજપ દ્વારા નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં મળેલા દાનનો અહેવાલ ૧૪ માર્ચે કમિશનને સોંપવામાં આવ્યો હતો. ભંડોળ એકત્ર કરવા ઉપરાંત સંપત્તિના મામલામાં પણ ભાજપ દેશના અન્ય તમામ પક્ષો પર ભારે છે. એવુ કહેવામાં આવ્યુ છે કે ભાજપ પાસે ૨૦૧૯-૨૦માં ૪,૮૪૭ કરોડ રૂપિયાની સંપત્તિ હતી. વળી, હવે ૨૦૨૨ ચાલી રહ્યુ છે અને જાે એક હજાર-હજાર કરોડ રૂપિયાનો વધારો માનવામાં આવે તો તે ૬ હજાર કરોડ રૂપિયાથી વધુ થાય છે. જે રાજ્યોમાં ૨૦૨૨ પહેલા પણ બીજેપી સત્તામાં હતી ત્યાં આ વર્ષની ચૂંટણીમાં ફરી સત્તા પર આવી. ૨૦૨૦-૨૧માં મળેલા દાનના અહેવાલને સાર્વજનિક કરતી વખતે ચૂંટણી પંચે કોંગ્રેસ અને અન્ય પક્ષો વિશે પણ માહિતી આપી હતી. કહેવામાં આવ્યુ છે કે કોંગ્રેસને એક વર્ષમાં ૭૪ કરોડ રૂપિયા ડોનેશનમાં મળ્યા છે. તેમની પાસે ૨૦૧૯-૨૦માં ૫૮૮ કરોડ રૂપિયાની સંપત્તિ હતી. કોંગ્રેસ દ્વારા જ આપવામાં આવેલા સોગંદનામામાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે તેને વિવિધ એકમો અને વ્યક્તિઓ પાસેથી ૭૪,૫૦,૪૯,૭૩૧ રૂપિયાનુ દાન મળ્યુ હતુ. કોંગ્રેસ પછી સપા-બસપા અને દક્ષિણ ભારતીય પક્ષોનો નંબર આવે છે. જ્યારે સંપત્તિની વાત આવે ત્યારે ૨૦૧૯-૨૦માં પણ ભાજપ પ્રથમ, બસપા બીજા અને કોંગ્રેસ ત્રીજા સ્થાને છે. ચૂંટણી અધિનિયમની જાેગવાઈઓ અનુસાર, રાજકીય પક્ષોએ ૨૦,૦૦૦ રૂપિયાથી વધુના દાન સંબંધિત માહિતી આપવી જરૂરી છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર)એ પણ દાન અંગેનો અહેવાલ બહાર પાડ્યો હતો. તે રિપોર્ટમાં ભાજપ, કોંગ્રેસ, સીપીઆઈએમ, એનસીપી અને ટીએમસી જેવા મોટા પક્ષોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ત્યારે કહેવામાં આવ્યુ- ‘ભાજપને એક વર્ષમાં ૨૦૨૫ કોર્પોરેટ-દાતાઓ પાસેથી ?૭૨૦.૪૦૭ કરોડનું દાન મળ્યુ. કોંગ્રેસને ૧૩૩.૦૪ કરોડનુ દાન મળ્યુ. દ્ગઝ્રઁને ?૫૭.૦૮૬ કરોડનુ દાન મળ્યુ.’સત્તારુઢ ભારતીય જનતા પાર્ટી(ભાજપ) ભંડોળ ભેગુ કરવામાં સૌથી આગળ છે. તેની પાસે જાહેર કરેલી ૪૮૦૦ કરોડથી વધુની સંપત્તિ છે. આ ઉપરાંત તેને આખા વર્ષમાં ૪૦૦ કરોડથી વધુનો ફાળો મળી જાય છે. નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં ભાજપને ૪૭૭.૫ કરોડ રુપિયાનો ફાળો મળ્યો જ્યારે વિપક્ષી દળ કોંગ્રેસને ૭૪.૫૦ કરોડ રુપિયા ફાળા તરીકે મળ્યા.


Share to

You may have missed