DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

પેટ્રોલ, ડીઝલ બાદ હવેરાંધણ ગેસ સિલિન્ડરના ભાવમાં ધરખમ ઘટાડો નોંધાયો

Share to



(ડી.એન.એસ)નવીદિલ્હી,તા.૦૧
મોંઘવારીનો માર ઝેલી રહેલી જનતાને રાહત મળે તેવા સમાચાર આવ્યા છે. તાજેતરમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં ધરખમ ઘટાડો થયા બાદ હવે એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો છે. પહેલી જૂનથી કંપનીઓ તરફથી નવા રેટ જાહેર કરવામાં આવ્યા છે. નવા રેટ મુજબ ૧૯ કિલોવાળો કમર્શિયલ સિલિન્ડર ૧૩૫ રૂપિયા સસ્તો થયો છે. ભાવ ઘટતા હવે કમર્શિયલ સિલિન્ડર દિલ્હીમાં ૨૩૫૪ની જગ્યાએ ૨૨૧૯ રૂપિયાનો થયો છે. એ જ રીતે કોલકાતામાં હવે ૨૪૫૪ રૂપિયાની જગ્યાએ ૨૩૨૨ રૂપિયા, મુંબઈમાં ૨૩૦૬ રૂપિયાની જગ્યાએ ૨૧૭૧.૫૦ રૂપિયા અને ચેન્નાઈમાં ૨૫૦૭ રૂપિયાની જગ્યાએ ૨૩૭૩ રૂપિયા ચૂકવવા પડશે. કંપનીઓ તરફથી જાહેર કરવામાં આવેલા આ નવા ભાવની અસર આવનારા દિવસોમાં મોંઘવારી પર જાેવા મળી શકે છે. અગાઉ ગત પહેલી તારીખે ભાવમાં લગભગ ૧૦૦ રૂપિયાનો વધારો નોંધાયો હતો.



Share to

You may have missed