DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

અમેરિકા-ચીનને પણ પાછળ છોડી દીધાવિશ્વમાં સૌથી ઝડપથી વિકસતી ભારતીય અર્થવ્યવસ્થા

Share to



(ડી.એન.એસ)નવીદિલ્હી,તા.૦૧
કોરોનાની અસરને કારણે ૨૦૨૦-૨૦૨૧માં દેશના જીડીપીમાં ૬.૬ ટકાનો ઘટાડો નોંધાયો હતો. એનએસઓ પ્રમાણે નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ માં વાસ્તવિક જીડીપી ૧૪૭.૩૬ લાખ કરોડ રૂપિયા થઈ ગયો જ્યારે એક વર્ષ પહેલા તે ૧૩૫.૫૮ લાખ કરોડ રૂપિયા રહી હતી. પરંતુ માર્ચ ૨૦૨૨માં સમાપ્ત નાણાકીય વર્ષના વૃદ્ધિનો આંકડો એનએસઓના પૂર્વાનુમાનથી ઓછો રહ્યો છે. ઉત્પાદન ક્ષેત્રમાં જીવીએ વૃદ્ધિ ૯.૯ ટકા રહી જ્યારે એક વર્ષ પહેલા તેમાં ૦.૦૬ ટકાનો ઘટાડો થયો હતો. તો ખનન તથા નિર્માણ બંને ક્ષેત્રમાં જીવીએ ૧૧.૫ ટકાના દરે વધ્યો છે. આ બંને ક્ષેત્રમાં એક વર્ષ પહેલાં ઘટાડો થયો હતો. પરંતુ દેશની મોટી વસ્તી સાથે જાેડાયેલ કૃષિ ક્ષેત્રનો વૃદ્ધિ દર ૨૦૨૧-૨૦૨૨માં ઘટીને ૩ ટકા રહી ગયો છે, જે એક વર્ષ પહેલાં ૩.૩ ટકા પર હતો.કોરોના કાળ બાદ ભારતીય અર્થવ્યવસ્થાએ ઝડપની ગતિ પકડી લીધી છે. હવે ભારતની ઇકોનોમી દુનિયામાં સૌથી ઝડપી આગળ વધી રહી છે અને વાર્ષિક દર ૮.૭ ટકા સુધી પહોંચી ગયો છે. ભારતીય અર્થવ્યવસ્થાએ ચીન, અમેરિકા અને બ્રિટન જેવા વિકસિત દેશોને પણ પાછળ છોડી દીધા છે. વાર્ષિક આર્થિક વૃદ્ધિ દર મામલામાં ભારતે અનેક દેશોને પછાડી દીધા છે. આ દરમિયાન ચીનની અર્થવ્યવસ્થા ૮.૧ ટકાના દરે આગળ વધી જ્યારે બ્રિટને ૭.૪ ટકાના દરે વૃદ્ધિ મેળવી છે. અમેરિકા (૫.૭%) આ મામલામાં ફ્રાન્સ (૭%) ટકાથી પણ પાછળ રહ્યું છે. દેશની અર્થવ્યવસ્થા નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૦૨૨ના ચોથા ક્વાર્ટરમાં ૪.૧ ટકાના દરે વધી છે. તો નાણાકીય વર્ષ દરમિયાન આર્થિક વૃદ્ધિ દર ૮.૭ ટકા રહ્યો છે. રાષ્ટ્રીય આંકડાકીય કચેરી તરફથી જારી આંકડા પ્રમાણે ઓક્ટોબર-ડિસેમ્બર ૨૦૨૧ ક્વાર્ટરમાં વૃદ્ધિ દર ૫.૪ ટકા રહ્યો હતો, જ્યારે જાન્યુઆરી-માર્ચ ૨૦૨૧ ક્વાર્ટરમાં વૃદ્ધિ દર ૨.૫ ટકા રહ્યો હતો. સરકારી આંકડા પ્રમાણે વર્ષ ૨૦૨૧-૨૦૨ના વર્ષમાં જીડીપી ગ્રોથ રેટ ૮.૭ ટકા રહ્યો. તેના પહેલાના વર્ષ ૨૦૨૦-૨૦૨૧માં અર્થવ્યવસ્થામાં ૬.૬ ટકાનો ઘટાડો આવ્યો હતો. પરંતુ માર્ચ ૨૦૨૨માં ખતમ થયેલા નાણાકીય વર્ષમાં વૃદ્ધિનો આંકડો એનએસઓના પૂર્વાનુમાનથી ઓછો રહ્યો છે. એનએસઓએ પોતાના બીજા આગોતરા અનુમાનમાં ૮.૯ ટકા રહેવાની સંભાવના વ્યક્ત કરી હતી.


Share to

You may have missed