DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

બોડેલી એપીએમસી ખાતે ભાજપા મંડલ કારોબારીની બેઠક યોજાઇ

Share to



ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીની સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લાની કારોબારીની બેઠક પૂર્ણ થયાના સાત દિવસમાં મંડલ હોદ્દેદારોની કારોબારીની બેઠક કરવાની હોય છે જેના ભાગરૂપે બોડેલી મંડલની કારોબારી બેઠક એપીએમસીના હોલમાં સાંજે ૫ કલાકે રાખવામાં આવી હતી.મંડલ કારોબારી બેઠકના પ્રારંભે કાશ્મીર માં શહીદ થયેલ જવાનોને બે મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી.કારોબારીની બેઠકમાં કાર્યકરોને પેજ સમિતિ અંગે છોટાઉદેપુર જિલ્લા ઉપપ્રમુખ રમેશભાઈ બારિયાએ વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.૧૦૮ ના હુલામણા નામથી જાણીતા સંખેડા વિધાનસભાના ધારાસભ્યએ સરકારના ૨૦ વર્ષના કામોની ઉપલ્બધિ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.જિલ્લા અધ્યક્ષ રશ્મીકાન્તભાઈ વસાવાએ પાર્ટીના આગામી સમયના કાર્યક્રમો અંગે માહિતી આપી હતી.બોડેલી મંડળ કારોબારી બેઠકમાં જિલ્લા અધ્યક્ષ રશ્મીકાન્તભાઈ વસાવા,સંખેડા ધારાસભ્ય અભેસિંહભાઈ તડવી,જિલ્લા ઉપાધ્યક્ષ રમેશભાઈ બારીયા,જિલ્લા કોષાધ્યક્ષ નરેન્દ્રભાઈ શાહ,બોડેલી તાલુકા ભાજપા પ્રમુખ કાર્તિકભાઈ શાહ,મહામંત્રી પુષ્કર પટેલ,જેસીંગભાઇ બારીયા,તાલુકા પંચાયત પ્રમુખ શારદાબેન,જિલ્લા આરોગ્ય સમિતિ ચેરમેન પ્રકાશસિંહ વાસદિયા,જિલ્લા પંચાયત સદસ્યો,તાલુકા પંચાયત સદસ્યો,હોદ્દેદારો,કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા


ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


Share to

You may have missed