DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

ભરૂચમાં અમિત શાહની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં અદ્યતન સહકારી શિક્ષણ ભવનનું ભૂમિપૂજન

Share to




ભરૂચ ડિસ્ટ્રીકટ સેન્ટ્રલ કો.ઓ. બેંક દ્વારા નિર્માણ કરાનાર અદ્યતન સહકારી શિક્ષણ ભવનનું ભૂમિપૂજન શુક્રવારે દેશના સહકાર અને ગૃહમંત્રી અમિત શાહના હસ્તે વર્ચ્યુઅલી કરાશે દુધધારા ડેરી ગ્રાઉન્ડ ખાતે સહકારી સંમેલન પણ યોજાશે
ભરૂચ અને નર્મદા જિલ્લાની સહકારી મંડળીઓને સહકારી ક્ષેત્રે લગતું શિક્ષણ અને તાલીમ મળી રહે તે માટે અદ્યતન સહકારી શિક્ષણ ભવન ઉભું કરવામાં આવી રહ્યું છે
ભરૂચ ડિસ્ટ્રીકટ સેન્ટ્રલ કો.ઓ. બેંક દ્વારા નિર્માણ કરાનાર આ ભવનનું ભૂમિપૂજન અમિત શાહ વર્ચ્યુઅલ કરનાર છે આ પ્રસંગે BJP પ્રદેશ પ્રમુખ CR પાટીલ, રાજ્યના સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા, સાંસદ મનસુખ વસાવા, વિધાનસભા ઉપમુખ્ય દંડક દુષ્યંત પટેલ, અંકલેશ્વર MLA ઇશ્વરસિંહ પટેલ સહિતના હાજર રહેનાર છે
બુધવારે આ અંગે ભરૂચ ડિસ્ટ્રીકટ બેંકના ચેરમેન અને વાગરા MLA અરૂણસિંહ રણાએ પત્રકાર પરિષદ યોજી હતી જેમાં સહકાર શિક્ષણ ભવન ઉભું થતા માત્ર બેંક જ નહીં પણ જિલ્લાના સહકારી ક્ષેત્રને વેગ મળવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો
બેંકે આજે 115 વર્ષ પૂર્ણ કર્યા છે 1400 કરોડ રૂપિયાથી વધુનું ભંડોળ છે બેંકનું સુકાન 22 વર્ષથી અરૂણસિંહ સંભાળી આજે નફો કરતી થઈ છે બન્ને જિલ્લામાં બેંકની 49 શાખાઓમાંથી 19 જેટલા બેંકની માલિકીના મકાન છે રૂપિયા 3.25 કરોડના ખર્ચે 5 માળનું સહકારી ભવન તૈયાર થતા ભરૂચ અને નર્મદા જિલ્લાની 3000 મંડળીઓમાં નહિ રહે શિક્ષણ તેમજ તાલીમનો અભાવ


Share to

You may have missed