DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

પાવીજેતપુર તાલુકા કક્ષાનો કારકિર્દી માર્ગદર્શનકાર્યક્રમ શ્રીમતી વી આર શાહ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે યોજાયો.

Share to



‘નવી દિશા નવું ફલક’ અંતર્ગત ગુજરાત સરકારશ્રીના શિક્ષણ વિભાગ દ્વારા છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર ખાતે તાલુકા કક્ષાનો કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમ શ્રી એ.બી રાઠવા (મદદનીશ શિક્ષણ નિરીક્ષક)ના અધ્યક્ષ સ્થાને બુધવારે સવારે ૧૦ થી ૧ દરમિયાન શ્રીમતી વી આર શાહ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે યોજાયો હતો. કાર્યક્રમમાં તાલુકાની કુલ ૧૧ શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ભાગ લીધો હતો. કાર્યક્રમની શરૂઆતમાં વંદે ગુજરાત ચેનલ પરથી મુખ્યમંત્રીશ્રી અને શિક્ષણ મંત્રીશ્રીનું વિદ્યાર્થીઓ પ્રતિ ઉચ્ચ કારકિર્દી સંદર્ભે શુભેચ્છા સંદેશ પાઠવવામાં આવ્યો હતો. વંદે ગુજરાત ચેનલના માધ્યમથી ગુજરાત ભરમાં ચાલતાં ધોરણ ૧૦ અને ૧૨ પછીના વિવિધ અભ્યાસક્રમો વિશે વિવિધ ક્ષેત્રોના તાજજ્ઞોએ ઊંડાણપૂર્વકની માહિતી આપી હતી. અશોકભાઈ રાઠવાએ જુદા જુદા કાર્યક્રમો અંગે વિસ્તૃત માહિતી આપી હતી.આ ઉપરાંત પાવીજેતપુર પોલીટેકનીક કોલેજના પ્રોફેસર પંડ્યા અને તેમની ટીમ તેમજ ઉદ્યોગ તાલીમ સંસ્થાન પાવીજેતપુરના પ્રોફેસર બારીયા અને તેમની ટીમે સંબંધિત સંસ્થાઓમાં ચાલતાં જુદા જુદા અભ્યાસક્રમો વિશે વિગતે જાણકારી બાળકો સમક્ષ રજૂ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન હાઈસ્કૂલના આચાર્ય શ્રી સંજયભાઈ પી શાહના માર્ગદર્શન હેઠળ શ્રી પ્રદિપભાઈ વાઘેલાએ કહ્યું હતું.


ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


Share to

You may have missed