DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

માંડવી તાલુકા ના મોરીઠા ગામે મહેન્દ્ર કંપનીની ઝાયલો ગાડી એ રસ્તે ચાલતા રાહદરી ને કચડી નાખતા ઘટનાસ્થળે મોત.

Share to




રિપોર્ટર.. નિકુંજ ચૌધરી


તાલુકાના મોરીઠાં ગામે તારીખ 31. 5. 2022 ના રોજ રાત્રિના સમયે રમણભાઈ લાખમાં ભાઇ ચૌધરી ઉંમર વર્ષ 78 રહેવાસી સાલૈયા બેડી ફળિયું જેઓ પોતાના કામ અર્થે મોરી ઠાં ગામ હોળી ફળિયા ખાતે ગયેલ હતા. અને આંગણવાડી રોડની સાઈડે બેસેલ હોઈ તે સમયે મહિન્દ્રા કંપની ની ગાડી જાઇલો GJ.1-RU-5350ના ગાડી ચાલકે પોતાના કબજા નુ વાહન ગફલત ભરી રીતે બેફિકરાઈ છે હંકારી લાવી રસ્તે ચાલતા રાહદારી રમણભાઈ લખમાં ભાઈ ચૌધરી ને પોતાની ગાડી ના ચાર પેંડા તેમના શરીરે ચડાવી દેતા ગંભીર ઇજા પહોંચાડી હતી જેના કારણે તેમનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું જેથી લાશને ખાનગી વાહનમાં સરકારી હોસ્પિટલ ખાતે લાવી પીએમ કરવામાં આવ્યું હતું. અને પોલીસ તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


Share to

You may have missed