DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

સાબુટી ગામેથી વનસ્પતિજન્ય માદક પદાર્થ સુકા ગાંજા તથા લીલા ગાંજા સાથે આરોપીને ઝડપી પાડતી એસ.ઓ.જી.નર્મદા

Share to




ડેડીયાપાડાના સાબુટી ગામે થી સુંકા તેમજ લીલાં ગાંજાના છોડ સાથે એક ઇસમને એસ ઓ જી નર્મદાએ ઝડપી પાડ્યો છે. કે.ડી.જાટ પોલીસ ઇન્સ્પેક્ટર તથા એસ.ઓ.જી. સ્ટાફના માણસોએ બાતમી આધારે કાનજીભાઇ ઓલિયાભાઇ વસાવા રહે.સાબુટી,પટેલ ફળીયુ તા.ડેડીયાપાડા જી.નર્મદાના કબજા ભોગવટાની ઓરડીમાંથી વનસ્પતીજન્ય માદક પદાર્થ સુકો ગાંજો ૪૧૩ ગ્રામ કી.૪૧૩૦/- તથા તેના કબજા ભોગવટાના ખેતરમાંથી વનસ્પતીજન્ય માદક પદાર્થ ગાંજાના લીલા છોડ નંગ – ૬૦ વજન ૧૧ કિલો ૪૦૦ ગ્રામ કિ.રૂ.૧,૧૪,૦૦૦/- તથા રોકડા રૂ.૩૦૨૦/- મળી કુલ કિ.રૂ,૧,૨૧,૧૫૦/ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ.એક્ટ મુજબનો ગુનો રજીસ્ટર કરાવી કાયદેસર કાર્યવાહી કરેલ છે.

દિનેશ વસાવા..દૂરદર્શી ન્યૂઝ. ડેડીયાપાડા


Share to

You may have missed