DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

વાલીયા ટાઉનમા આવેલ શાંતિનગર ખાતે રહેતા લિસ્ટેડ બુટલેગર ના રહેણાંક મકાનમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ

Share to




ભરૂચ જીલ્લામાંથી દારૂ/જુગારની ગેરકાયદેસરની પ્રવૃત્તિ નાબુદ કરવા સારૂ ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક એમ. એસ. ભરાડા વડોદરા રેન્જ વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાનાઓ તરફથી જીલ્લામા દારૂ/જુગારની ગેરકાયદેસરની પ્રવૃત્તિ અટકાવવા સારૂ તથા જીલ્લામા થતી દારૂની ગેરકાયદેસર રીતે હેર-ફેર અટકાવવા સારૂ વોચ રાખી અસરકારક અને પરીણામલક્ષી કાર્યવાહી કરવા સુચના આપેલ હોય
જે અનુસંધાને ભરૂચ એલ.સી.બી. ના પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓ દ્વારા સઘન પ્રયત્નો હાથ ધરવામા આવેલ છે દરિમ્યાન આજરોજ તા.26/03/2022 નારોજ ભરૂચ એલ.સી.બી ના પોલીસ ઇન્સ્પેક્ટર જે. એન. ઝાલા નાઓના માર્ગદર્શન હેઠળ ભરૂચ એલ.સી.બી ની ટીમ વાલીયા પોલીસ સ્ટેશન વિસ્તારમા પટ્રોલીંગમા હતી દરિમ્યાન બાતમી હકીકત મળેલ કે વાલીયા ટાઉનમા આવેલ શાંતિનગર ખાતે રહેતા બુટલેગરે પોતાના ઘરે ગેરકાયદેસરનો દારૂનો જથ્થો લાવેલ છે અને ચોરી છુપીથી વેચાણ કરી રહેલ છે જે મળેલ હકીકત આધારે એલ.સી.બી ટીમે વાલીયા શાંતિનગર ખાતે આવેલ બુટલેગર ના ઘરે દરોડા પાડી ગેરકાયદેસરના ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની દારૂની બોટલોના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી પકડાયેલ બુટલેગર તથા દારૂનો જથ્થો મોકલનાર બુટલેગર વિરૂધ્ધમા વાલીયા પો.સ્ટે . મા ગુનો રજીસ્ટર કરાવવામા આવેલ છે
આગામી દિવસોમા પણ ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા દારૂ/જુગાર અંગેની ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ ઉપર કડક કાર્યવાહી કરવામાં આવનાર છે
પકડાયેલ બુટલેગર: (1) ભીમાભાઈ ચંદુભાઈ વસાવા રહે.-વાલીયા, શાંતિનગર, સીતારામ હોસ્પિટલ ની બાજુમા તા.-વાલીયા જી.-ભરૂચ
વોન્ટેડ બુટલેગર: (1) રમેશભાઈ માધુભાઈ વસાવા રહે.-મેરા ગામ તા.-વાલીયા જી.-ભરૂચ
કબ્જે કરવામાં આવેલ મુદ્દામાલ: ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની કુલ બોટલ નંગ-154 જેની કિંમત રૂ.19,600/- નો મુદ્દામાલ કબજે કરેલ છે
કામગીરી કરનાર અધિકારી/કર્મચારીના નામ: પો.સ.ઇ. વાય. જી. ગઢવી તથા ASI કનકસિંહ તથા હે.કો. જયેન્દ્રભાઈ એલ.સી.બી. ભરૂચ નાઓ દ્વારા ટીમવર્કથી કરવામાં આવેલ છે


Share to

You may have missed