શાળા નંબર-4 હળવદની ધો.7ની બાળાએ રાજ્યકક્ષાની નૃત્ય સ્પર્ધામાં ગાંધીનગર ખાતે ભાગ લીધો

Share to
ગાંધીનગર-આજે તા.25 માર્ચના રોજ યોજાયેલ આઝાદી કા અમૃતમહોત્સવ 2021-22 અંતર્ગત કમિશનરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી અને વિદ્યાનિકેતન વિભાગ , ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી , ગાંધીનગર દ્વારા આયોજિત ૩૩ જિલ્લા અને ૮ મહાનગરપાલિકાઓ વચ્ચે રાજ્યકક્ષાની ચાર સ્પર્ધાઓ ગીત,વકતૃત્વ,નૃત્ય અને ચિત્ર સ્પર્ધા આજે ગાંધીનગર ખાતે યોજાઈ ગઈ જેમાં ચિત્ર અને નૃત્ય સ્પર્ધા વનવિભાગ અને સંરક્ષણની કચેરી ગાંધીનગર અને ગીત અને વકતૃત્વ સ્પર્ધા ચિલ્ડ્રન યુનિવર્સિટી ગાંધીનગર ખાતે યોજાઈ હતી જેમાં શ્રી પે સે.શાળા નંબર-4 હળવદની ધોરણ-7/A માં અભ્યાસ કરતી ધર્મી દિપકભાઈ ચૌહાણે મોરબી જિલ્લા તરફથી નૃત્ય સ્પર્ધામાં ભાગ લીધો હતો જે સ્પર્ધા અંતર્ગત મુખ્ય અતિથિ ડો.હર્ષદ શાહ કુલપતિ ચિલ્ડ્રન યુનિવર્સિટી ગાંધીનગર, યુનિ.વિદ્યાનિકેતન વિભાગ અધ્યક્ષ ડો.કૃણાલ પંચાલ ,ડો.રાકેશ પટેલ નિયામક સ્કૂલ ઓફ ચાઈલ્ડ યુથ એન્ડ ફેમિલી ડેવલોપમેન્ટ ગાંધીનગર,યુનિ.કુલસચિવ ડો.અશોક પ્રજાપતિ હજાર રહ્યા હતા સમગ્ર રાજ્ય માંથી કુલ 38 સ્પર્ધકોએ ભાગ લીધો ભાગ લેનાર તમામ સ્પર્ધકોને પ્રમાણપત્રો અને વિજેતા સ્પર્ધકોને સિલ્ડ અને પુરસ્કારો અર્પણ કરવામાં આવ્યા હતા.રાજ્યકક્ષાએ ભાગ લઈને જિલ્લા,તાલુકા અને શાળાને ગૌરવ અપાવ્યું હતું આ તકે શાળા પરિવાર હર્ષની લાગણી અનુભવે છે.

પાર્થ વેલાણી


Share to