DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

નેત્રંગ ડેડીયાપાડા રોડ ઉપર કરજણ નદીના પુલમાં વચ્ચે ટ્રક ટ્રેલર ખોટકાયું.ઘાણીખૂટ ગામે પુલમાં અધવચ્ચે જ બગડતા પાંચ કલાક વાહન વ્યવહારને થઈ અસર.753 બી અંકલેશ્વર બુરહાનપુર હાઈવનો થયો હતો ટ્રાફિક જામ.

Share to



આરટીઓના નિયમોને નેવે મૂકી ગેરકાયદેસર ટ્રેલરની બહાર અને ઊંચો સામાન ભર્યો હતો.

ટુવીલ અને ફોરવીલ વાહનો જીવના જોખમે પસાર થતા હતા જ્યારે ટ્રકોની લાંબી કતાર લાગી ગઈ હતી.



ભરૂચ જિલ્લાના દહેજ ,અંકલેશ્વર, બરોડા ,અમદાવાદ વગેરે જીઆઈડીસી અને ઔદ્યોગિક વસાહતોમાંથી મોટી , ઊંચી અને ભારી મશીનરીનું મહારાષ્ટ્ર ,મધ્યપ્રદેશ, બુરહાનપુર વગેરે જગ્યાએ પહોંચાડવા માટે એકમાત્ર અંકલેશ્વર બુરહાનપુર 753 બી હાઇવે જ સવલત ભર્યો છે.ત્યારે આ માર્ગ ઉપર વાહન વ્યવહાર પણ ખૂબ વધુ રહે છે.ટ્રાફિકના પ્રમાણમાં રસ્તો પણ યોગ્ય નહિ હોવાથી વાહનો ખોટકાવાના ઘણા બનાવો બને છે .તેવોજ એક બનાવ આજે નેત્રંગ ડેડીયાપાડા રોડ ઉપર કરજણ નદીના પુલમાં અધવચ્ચે જ ટ્રક ટ્રેલર ખોટકાયું હતું.જેને લીધે અન્ય ટ્રકો પુલ ઉપરથી પસાર નહિ થઈ શકતા બન્ને બાજુ લાંબી કતાર લાગી ગઈ હતી.
વડોદરાથી બેગ્લોર ટ્રાન્સફોર્મર ભરીને GJ 06 AX 0379 નંબરની ટ્રક ટ્રેલર નેત્રંગ થઈ ડેડીયાપાડા તરફ જતું હતું .તે અરસામાં કરજણ નદીના પુલ પર પહોંચતા અધવચ્ચે એન્જીનમાં ખામી આવતા બગડી બંધ પડી ગયું હતું.તેની પાછળ બીજું ટ્રેલર બોઇલર ભરીને જતું હતું તેમાં ટ્રેલરની બહાર બોઈલર હોવાથી ટુવીલ અને ફોરવીલ જેમતેમ કરીને નીકળી શકતા હતા જ્યારે ટ્રક નહિ નીકળતા પુલની બન્ને બાજુ એક કિલોમીટર લાંબી લાઈન લાગી ગઈ હતી.આ ટ્રક ચાર કલાક કરતા વધારે સમય ખોટકાયેલો પડી રહ્યો હતો.જેથી અંકલેશ્વર બુરહાનપુર માર્ગનો ટ્રાફિક આશરે પાંચ કલાક જામ રહ્યો હતો.બગડેલા ટ્રકને કારીગર બોલાવી રીપેર કરી ચાલુ કર્યા બાદ હટાવતા વાહન વ્યવહાર રાબેતા મુજબ થયો હતો.

*દુરદર્શી ન્યુઝ વિજય વસાવા નેત્રંગ*


Share to

You may have missed