નેત્રંગ: મોરીયાણા હાઇસ્કુલના આચાર્ય-શિક્ષકોના વિદાય સમારંભ કાયઁક્રમ યોજાયોનિવૃત આચાર્ય-શિક્ષકોએ શાળાના વિકાસ માટે દાન આપ્યુંશાળાન ટ્રસ્ટી વિરેન્દ્રસિંહ ગોહિલે શાલ-મોમેન્ટોની ભેટ આપી

Share toતા.૨૫-૦૩-૨૦૨૨ નેત્રંગ.

મોરીયાણા હાઇસ્કુલના આચાર્ય-શિક્ષકોના વિદાય સમારંભ કાયઁક્રમ યોજાયો હતો.

નેત્રંગ તાલુકાના મોરીયાણા ગામે કાયઁરત શ્રી નવરંગ વિધામંદિર હાઇસ્કુલમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને શિક્ષણ સાથે સંસ્કારનું સિંચન કરવામાં આવે છે.જેમાં આચાર્ય તરીકે ફરજ બજાવતા અશ્વિનસિંહ વિહારીયા અને શિક્ષક મીનાબેન પટેલ,મહેન્દ્રભાઇ વસાવા વયનિવૃતીના કારણે નિવૃત્ત થતાં શાળાપરીવાર ધ્વારા તેમના વિદાય સમારંભના કાયઁક્રમનુ આયોજન કરાયુ હતું.જેમાં શાળાના ટ્રસ્ટી વિરેન્દ્રસિંહ ગોહિલે નિવૃત્ત આચાર્ય-શિક્ષકોની કામગીરી બિરદાવતા જણાવ્યું હતું કે,આપના પ્રયાસોથી મારા મોરીયાણા ગામના તમામ બાળકો સારૂ શિક્ષણ મેળવી પોતાનું ભવિષ્ય ઉજ્જવર બનાવવાની દિશામાં આગળ વધ્યા છે.નિવૃત્ત શાળાના આચાર્ય-શિક્ષકોને ટ્રસ્ટી વિરેન્દ્રસિંહ ગોહિલે શાલ અને મોમેન્ટો આપી વિદાય આપી હતી.નિવૃત્ત આચાર્ય અશ્વિનસિંહ વિહારીયા રૂ.૧૧૦૦૦,નિવૃત્ત શિક્ષક મીનાબેન પટેલ રૂ.૧૧૦૦૦ અને મહેન્દ્રભાઇ પટેલે રૂ.૫૦૦૦૦ શાળાના વિકાસ માટે દાનમાં આપતા વિધાથીૅઓ આભાર વ્યકત કયૉ હતો.સાથેસાથે ધો.૧૦-૧૨ની બોડઁની પરીક્ષા આપનાર વિધાથીૅઓને પણ વિદાય આપવામાં આવી હતી.

*દુરદર્શી ન્યુઝ વિજય વસાવા નેત્રંગ*


Share to