ઇન્દોર ખાતે નેશનલ વ્હીલચેર ક્રિકેટ ટૂર્નામેન્ટ ચાલી રહી છેપોરબંદરના દિવ્યાંગ ખેલાડી ભીમા ખૂંટીએ ૫૪ બોલમાં સદી ફટકારી

Share to(ડી.એન.એસ)પોરબંદર,તા.૨૪
ઇન્દોર ખાતે નેશનલ વ્હીલચેર ક્રિકેટ ટુર્નામેન્ટ રમાઈ રહી છે જેમાં છત્તીસગઢ સામેની ક્રિકેટ મેચમાં પોરબંદરના દિવ્યાંગ ખેલાડી ભીમા ખૂંટીએ ૫૪ બોલમાં સદી ફટકારી છે. ઇન્દોર ખાતે નેશનલ વ્હીલચેર ક્રિકેટ ટૂર્નામેન્ટ ચાલી રહી છે. આ ટ્રાઇ સિરીઝમાં ગુજરાતના વ્હીલચેર ક્રિકેટ ટીમના કેપ્ટન અને પોરબંદરના દિવ્યાંગ વ્હીલચેર ખેલાડી ભીમાભાઈ ખૂંટીએ છત્તીસગઢ સામેની મેચમાં ૫૪ બોલમાં સદી ફટકારી છે તેમજ આ મેચમાં ૬૦ બોલમાં ૧૦૭ રનની પારી રમીને સિદ્ધિ મેળવી છે. મહત્વની વાત એ છેકે, વ્હીલચેર ક્રિકેટ મેચમાં અત્યાર સુધીમાં ગુજરાત તરફથી એક પણ ખેલાડી સદી ફટકારી નથી ત્યારે ભીમા ખૂંટીએ ૧૦૭ રનની પારીમાં ૨૨ ચોકા સામેલ છે. ભીમા ખૂંટી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતુંકે, ્‌ ૨૦ મેચમાં સદી ફટકારવાનું અઘરું રહે છે. મહેનત કરીને સદી બનાવી છે. આમછતાં ફાઇનલમાં ટીમ ન પહોંચી શકી તે વાતનું દુઃખ છે. પરંતુ ધ બેસ્ટ બેટ્‌સમેન તરીકેનો ખિતાબ મળ્યો તે ખુશીની વાત છે. ભીમા ખૂંટીએ સદી ફટકારી રવિન્દ્ર જાડેજાની જેમ તલવારબાજી કરીને ખુશી મનાવી હતી. અનેક ક્રિકેટરોએ તેમને અભિનંદન પાઠવ્યા હતા.


Share to