બેંકોમાં કુલ ડિપોઝિટ ૧૦ લાખ કરોડની પાસે પહોંચ્યોકોરોનાકાળમાં પણ ગુજરાતીઓએ ૧.૭૦ લાખ કરોડની બચત કરી

Share to(ડી.એન.એસ)અમદાવાદ,તા.૨૪
કોરોનાકાળમાં ગુજરાતીઓએ બચતમાં ૧.૭૦ લાખ કરોડનો વધારો કર્યો છે. રાજ્યની બેન્કોની ડિપોઝિટ્‌સમાં બે વર્ષમાં ૨૨ ટકાનો વધારો થયો છે. અંદાજ મુજબ, આ વર્ષના અંત સુધીમાં રાજ્યની બેન્કોમાં ડિપોઝિટ ૧૦ લાખ કરોડ થઇ જશે. સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીની મિટિંગમાં આ વિગતો બહાર આવી છે. સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીના આંકડાઓ પ્રમાણે, રાજ્યમાં બેંકની શાખાઓમાં ઘટાડો જાેવા મળી રહ્યો છે. જાેકે, ડિપોઝિટ્‌સમાં વધારો થયો છે. ડિસેમ્બર, ૨૦૨૧ સુધીના આંકડાઓ પ્રમાણે, રાજ્યની બેંકોમાં કુલ ડિપોઝિટ ૯.૩૦ લાખ કરોડ છે. માર્ચ, ૨૦૨૧માં ડિપોઝિટનો આંકડો ૮.૮૧ લાખ કરોડ હતો. છેલ્લા ૯ મહિનામાં ડિપોઝિટમાં ૫૦ હજાર કરોડનો વધારો થયો છે. માર્ચ ૨૦૨૦માં ડિપોઝિટ ૭.૬૦ લાખ કરોડ હતી. કોરોનાકાળમાં ૧.૭૦ લાખ કરોડની ડિપોઝિટમાં વધારો થયો છે. આ વર્ષના અંત સુધીમાં રાજ્યની બેન્કોમાં ડિપોઝિટ ૧૦ લાખ કરોડ થઇ જશે. રાજ્યની બેન્કોની ડિપોઝિટ્‌સમાં કોરોનાકાળમાં જ ૨૨ ટકાનો વધારો થઇ ગયો છે. ૫૬% ડિપોઝિટ અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ જિલ્લાઓમાં છે. રાજ્યમાં કોરોનામાં ઘટાડાની સાથે હાઉસિંગ લોનના પ્રમાણમાં પણ વધારો થયો છે. કોરોનાકાળમાં જ રાજ્યમાં ૪.૪૦ લાખ જેટલી હાઉસિંગ લોનની મંજૂરીઓ આપવામાં આવી છે. જેમાં ૫૦ હજાર કરોડની લોન આપવામાં આવી છે. ૨૦૨૧-૨૨ના માર્ચથી ડિસેમ્બર સુધીમાં ૨૬ હજાર કરોડની લોન આપવામાં આવી છે. જેમાં એપ્રિલથી જૂન સુધીમાં ૫૫૭૬ કરોડની લોન સામે ઓક્ટોબરથી ડિસેમ્બર સુધીમાં ૧૧૩૭૮ કરોડની લોન આપવામાં આવી છે. કોરોનાના ૨ વર્ષમાં રૂ. ૩૩૦ના પ્રીમિયમમાં ૨ લાખના જીવન વીમામાં ૧૫ લાખ નવા લોકો જાેડાયા હતા જ્યારે રૂ ૧૨ના પ્રીમિયમમાં ૨ લાખના દુર્ઘટના વીમાની યોજનામાં ૩૭ લાખ લોકો જાેડાયા હતા. જેમાંથી આ જ સમયગાળામાં પ્રધાનમંત્રી જીવન જ્યોત વીમા યોજનામાં ૧૪૯૧૮ ક્લેમ સામે ૧૩૯૯૭ ક્લેમ પાસ કરી આપી દેવામાં આવ્યા છે. ૧૦૨૬ જેટલા ક્લેઇમ રીજેક્ટ કરવામાં આવ્યા છે. અંદાજે ૨૭૯ કરોડ રૂપિયા પ્રધાનમંત્રી જીવન જ્યોત વીમા યોજનાના ક્લેમ ચૂકવવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી જીવન જ્યોત વીમા યોજનામાં રૂ. ૩૩૦ના વાર્ષિક પ્રીમિયમની સામે રૂ. ૨ લાખનો જીવન વીમો આપવામાં આવે છે. જ્યારે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનામાં ફક્ત રૂ. ૧૨ના વાર્ષિક પ્રીમિયમ રૂ. ૨ લાખનો દુર્ઘટના વીમો આપવામાં આવે છે.


Share to