(ડી.એન.એસ)નવીદિલ્હી,તા.૨૪
સરકાર દેશના નબળા વર્ગોને સામાજિક સુરક્ષા આપવા માટે ઘણા પ્રયાસો કરી રહી છે. આ માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. વર્ષ ૨૦૧૫માં શરૂ થયેલી પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના પણ આવી જ એક યોજના છે જેનો હેતુ નબળા વર્ગોને સુરક્ષા પ્રદાન કરવાનો છે. આ યોજનાનો લાભ દેશના ૧૮ થી ૫૦ વર્ષના તમામ લોકો મેળવી શકે છે. આ યોજનાનો લાભ લેવા માટે તમારી પાસે કોઈપણ બેંકમાં બચત ખાતું હોવું આવશ્યક છે. વાર્ષિક પ્રીમિયમના નાણા આ ખાતામાંથી ઓટો-ડેબિટ થાય છે. આ સ્કીમ હેઠળ તમે માત્ર રૂ. ૩૩૦નું પ્રીમિયમ ભરીને રૂ. ૨ લાખ સુધીનો લાભ મેળવી શકો છો. આ વીમા પોલિસી દર વર્ષે રિન્યૂ કરાવવાની હોય છે. દર વર્ષે ૩૧મી મે પહેલા તમારા બેંક ખાતામાંથી નાણાં ઓટો-ડેબિટ થઈ જાય છે. ઁસ્ત્નત્નમ્રૂ હેઠળ જે વ્યક્તિના નામનો વીમો લેવાયો છે તેને મહત્તમ ૨ લાખ રૂપિયાનું જીવન કવર મળે છે. યોજના સાથે જાેડાયેલા વ્યક્તિના મૃત્યુ પર સંબંધિત બેંક ૨ લાખ રૂપિયાની રકમ આપે છે. આમાં તમામ ઉંમરના લોકો માટે સમાન પ્રીમિયમની રકમ નક્કી કરવામાં આવી છે જે રૂ. ૩૩૦ છે. જ્યારે પોલિસીધારકો ૫૫ વર્ષની ઉંમરે પહોંચે છે ત્યારે પ્લાન આપમેળે સમાપ્ત થઈ જાય છે. પોલિસી ૧લી જૂનથી શરૂ થાય છે અને ૩૧મી મે સુધી માન્ય રહે છે. તેનું પ્રીમિયમ નિયત તારીખે પોલિસીધારકોના ખાતામાંથી દર વર્ષે આપમેળે કપાઈ જાય છે. આ યોજનાનો લાભ લેવા માટે આધાર કાર્ડ, ઓળખ કાર્ડ, મોબાઈલ નંબર, પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ અને બેંક એકાઉન્ટ પાસબુક જરૂરી છે. અમલીકરણ જાહેર ક્ષેત્રની ન્ૈંઝ્ર અને અન્ય વીમા કંપનીઓ દ્વારા બેંક મારફતે યોજના અમલમાં મૂકવામાં આવી છે.દાવાની સ્થિતિમાં વીમા ધારક વ્યક્તિના વારસદારએ સંબંધિત બેંક શાખાનો સંપર્ક કરવો પડશે, જ્યાં વીમોદાર વ્યક્તિનું બેંક ખાતું હતું. મૃત્યુનું પ્રમાણપત્ર અને દાવાનું ફોર્મ સબમિટ કરવું જરૂરી છે. દાવાની રકમ વારસદારના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે.
Khabar Ek dum Sachi
More Stories
જૂનાગઢ માં તેરા તુજકો અર્પણ૪ અરજદારોના ખોવાયેલ મોબાઇલ ફોન નંગ – ૨, ૪,૦૦૦/- રોકડા રૂપિયા, કિંમતી સામાનનું બાચકું મળી કુલ કિંમત રૂ. ૨૦,૦૦૦/- નો મુદામાલ મૂળ માલીકને પરત અપાવતી જૂનાગઢપોલીસ નેત્રમ શાખા.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું રાજપીપલા હેલિપેડ ખાતે ઉષ્માસભર સ્વાગત કરાયું
ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝઘડિયા અને અવિધા ગામે થયેલ ચોરીઓના આરોપીઓને ઝડપી લીધા લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપેલ ત્રણ આરોપીઓ પૈકી બે આરોપી વડોદરા અને પંચમહાલ જિલ્લાના ચોરીના દસ જેટલા ગુનામાં નાસતા ફરતા હતા