દૂરદર્શી ન્યુઝ
નેત્રંગ તાલુકામાં સરકારની મંજુરી વિના ઈંટના ભઠ્ઠા ચાલતા હોવાનું સામે આવ્યુ છે. એક નેત્રંગ તાલુકામાં 40 થી પણ વધુ ઈંટના ભઠ્ઠાઓ ધમધમે છે. રસપ્રદ વાત અહી એ છે કે, આ 40 થી વધુ ઈંટના ભઠ્ઠાના માલિકો પાસે સરકારી પરવાનો છે જ નથી. આ ગેરકાયદે ચાલતા વેપલાને કારણે સરકારી તિજોરીમાં લાખો રૂપિયાની ખોટ નોંધાઈ રહી છે. બીજી બાજુ ઈંટના ભાવ આસમાને પહોંચાડી દીધા હોવાનું સામે આવ્યુ છે. સૂત્રોએ આપેલી જાણકારી પ્રમાણે 40 ટકા નફાનો ધંધો હોવા છતાં રો – મત્ટીયલ મોઘું હોવાને નામે લોકો પાસે લૂંટ કરાઈ રહી છે. ઈંટના ભઠ્ઠામાં વપરાતી માટી અને કોલસો બને વસ્તુ માટે
રોયલ્ટી ભરવાની હોઈ છે. પણ ગેર કાયદેસર માટીનું ખોદકામ કરવામાં આવે છે. બે નામી કંપનીના નામે ચારકોલ લાવવામાં આવે છે. આમ બને વસ્તુમાં સરકારી રોયલ્ટીની ચોરી થાય છે. આ સાથે વીજચોરી કરવામાં આવે એ અલગ. આમ, આટલુ ઓછુ હોઈ એમ સરકારની પરવાનગી લેવામા તો આવતી જ નથી. આમ, રો મટ્રીયલની દાણચોરી જ કરાતી આવી હોવાનું ખુલ્યું છે. સરકારને કોઈ પણ પ્રકારનો ટેક્ષ ચૂકવાતો નથી. આ તમામ બાબતો બાદ પણ ઈંટ નો ભાવ આસમાને ?
નામ ન આપવાની શરતે નેત્રંગ તાલુકાના સ્થાનીક આગેવાને DNSNEWS ની ટીમ સાથે વાતચિત કરતા જણાવ્યું હતુ કે, સ્થાનીક ગ્રામ પંચાયતના સરપંચ અને ઈંટના ભઠ્ઠાના માલિકની મીલીભગતથી સમગ્ર કોભાંડ ચાલે છે. જ્યાં ખુલ્લે આમ પેસા એકટનો ભંગ થાય છે. કોઈ પણ પ્રકારનો વેરો ભરવામાં આવતો નથી અને પરમિશનના નામે સરપંચના ખિસ્સા ગરમ થાય છે. જ્યાં ટકવારી નકકી કરી સમગ્ર કોભાંડ ચલાવવામાં આવે છે.
