આવનારી વિધાનસભાનું કાઉન ડાઉન શરૂ :શું BTP-AAP ગઠબંધન કરીને BJP ને હંફાવશે ?AAP ના ઇશુદાન ગઢવી એ BTP ના અધ્યક્ષ મહેશભાઈ વસાવા અને છોટુભાઈ વસાવા સાથે બંધ બારણે બેઠક કરી

Share to*દુરદર્શી ન્યુઝ નેત્રંગ*

આવનારી વિધાનસભાની ચૂંટણીને લઈને તમામ પાર્ટીઓ સક્રિય થાય ગઈ છે. પંજાબમાં ઐતિહાસિક જીત બાદ હવે AAP ગુજરાતમાં જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. ત્યારે આજરોજ તા.24 માર્ચ ના રોજ આવનારી ચૂંટણી ને લઈને આમ આદમી પાર્ટી ના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા અને આપ ના નેતા ઇશુદાન ગઢવી એ BTP ના અધ્યક્ષ મહેશભાઈ વસાવા તેમજ છોટુભાઇ વસાવાની ની મુલાકાત મહેશભાઈ ના નિવાસ સ્થાને બંધ બારણે બેઠક કરી હતી. હવે BJP ને ચૂંટણીમાં હંફાવવા માટે AAP-BTP સાથે ગઠબંધન કરશે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. BJP ની નીતિઓની હંમેશા વિરોધ કરતા ઝઘડિયાના ધારાસભ્ય છોટુભાઈ વસાવા પણ અગાઉના દિવસોમાં AAP સાથે ગઠબંધન કરવાના સંકેતો આપ્યા હતા.


*દુરદર્શી ન્યુઝ વિજય વસાવા નેત્રંગ*


Share to