૧૬ માસનો સમય ગાળો વિતી ગયો હોવા છતા નેત્રંગ પંથક ની સીમો મા હજારો ટન શેરડી કાપણી વગર સુકાઇ રહી છે.સુગર મિલો મા નોધણી કરાવેલ ખેડુતો ની શેરડી ની કાપણી નથી થતી બીજી તરફ દલાલો નોધણી વગર ની ઓછા ભાવે શેરડી કટીંગ કરી સુગર મિલો મા નાખતા હોવાની રાવતપાસ થાય તો મોટુ કૌભાંડ બહાર આવે તેમ છે.

Share to

નેત્રંગ પંથક ની સીમો મા ૧૬, ૧૬ માસ નો સમયગાળો વિતી ગયો હોવા છતા પણ સુગર મિલો મા નોધણી કરાવેલ હોવા છતા પણ ખેડૂતો ની શેરડી કટીંગ નહિ થતી હોવાથી ખેડુતો હેરાનપરેશાન થઇ રહ્યા છે.
તો બીજી તરફ પંથક મા સુગર મિલો મા નોધણી નહિ થઇ હોઇ તેવા ખેડુતો ની શેરડી દલાલો ઓછા ભાવો ચુકવી ખેડુતો ની  ટન બંધી શેરડી સુગર મિલો ઠાલવતા હોવાની રાવ આવી છે. આ બાબતે તપાસ હાથ ધરવામા આવેતો મોટુકૌભાંડ બહાર આવે તેમ હોવાનુ ખેડુત આલમા ચચાઁઇ રહ્યુ છે.
નેત્રંગ પંથક મા પિયત ખેતી કરતા ખેડુતો ભરૂચ,તાપી,સુરત જીલ્લા ઓમા આવેલ સહકારી સુગર મિલો ના સભાસદો પણ છે. ખેતી કામમા દિવસે દિવસે મજુરો ની ભારે અછત ને લઇ ને ખેડૂત મિત્રો ઓછી મજુરી વાળી અને સસ્તી ને સારી ખેતી એટલે શેરડી નો પાક પંથક ના મોટા ભાગના ખેડુત મિત્રો શેરડી ના પાક નુ વાવેતર છેલ્લા કેટલાક વષોઁથી કરી રહ્યા છે. મોટે ભાગે ખેડુતો સુગર મિલો ના સભાસદો હોવાથી શેરડી નુ વાવેતર કરતા પહેલા જ જેતે સુગર મિલો મા પોતે કરેલ શેરડી ના પાક નુ વાવવેતર બાબતે નોધણી કરાવતા હોવાથી જેતે સમયે તેઓની શેરડી સમય મર્યાદા મા કટીંગ થઇ જાઇ જેને લઇ ને સારો ઉતારો મળે તેમજ સમય મર્યાદા કટીંગ થતા અન્ય પાક ખેડુત લઇ શકે છે.
તેવા સંજોગો ચાલુ વષેઁ નેત્રંગ પંથક ના ખેડુતો ની શેરડી નો હાલ ની તારીખ મા ૧૬ થી ૧૭ માસનો સમય ગાળો પુણઁ થઇ ગયો હોવા છતા પણ ખેતરો મા શેરડી નો તૈયાર થયેલ પાક સુકાઇ રહ્યો છે. જેને લઇ ને ખેડૂત મિત્રો ને મોટુ આથિઁક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. જે માત્ર ૧૨ માસના સમય ગાળામા કટીંગ કરવાનો હોય છે તે પાક ૪ થી ૫ માસનો વધારાનો સમય વિતી ગયો હોવા છતા કટીંગ નહિ થતા ખેડૂતો હેરાનપરેશાન  થઇ ને તોબા પોકરી ઉઠીયા છે.
તો બીજી તરફ સુગર મિલોમા નોધણી ના થઇ હોય તેવી હજારો ટન  શેરડી ના દલાલો ખેડુત ને ઓછા ભાવ ચુકવી ને શેરડી કટીંગ કરાવિને સુગર મિલો મા મેનેજમેન્ટ સાથે ની સાંઠ ગાંઠ હોવાને લઇ ને ઠાલવતા હોવાની રાવ સહીત ની ચચાઁઓ નેત્રંગ પંથક ના ખેડુતઆલમ મા થઇ રહી છે. આ બાબતે સાચી દિશા મા તપાસ કરવામા આવેતો મોટુ કૌભાંડ બહાર આવે તેમ હોવાનુ ચચાઁઇ રહ્યુ છે.
આજ પરિસ્થિતિ રહેશે તો ખેડુતો આગામી દિવસોમા શેરડી ના પાક નુ વાવેતર પણ બંધ કરીને અન્ય કોઇ  ખેતી તરફ વળશે તો સુગર મિલો આવનારા વષોઁમા શોભાના ગાઠીયા બની રહેશે.
   હાલતો પંથક નો ખેડુત પોતાના ખેતરો માંથી વહેલી તકે શેરડી કટીંગ થાય તે બાબતે મથામણ છે.

ફોટોમેટર:- વિજય વસાવા નેત્રંગ


Share to

You may have missed