જંબુસર નગરમાં વીજ કંપનીના દરોડા 36 જોડાણમાંથી રૂ. 12.36 લાખની વીજચોરી પકડાઈ

Share to
જંબુસર નગરમાં બુધવારે વહેલી સવારે વીજ કંપનીની 39 વિજિલન્સ ટીમોએ ત્રાટકી હાથ ધરેલા ઓપરેશનમાં 1150 જોડાણનોની તપાસ કરાઈ હતી જેમાં 36 માંથી રૂ.12.36 લાખની માતબર વીજચોરી ઝડપાઇ હતી દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા 23 માર્ચ બુધવારે વહેલી સવારે જંબુસર શહેર કચેરી ખાતે વીજચોરીને ડામવા માટે પોલીસ બંદોબસ્ત સાથે વીજ જોડાણ ચેક કરવા માટે ચેકિંગ ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીની 39 ટીમો દ્વારા 1150 વીજ કનેક્શનો ચેક કરવામાં આવેલ હતા જેમાંથી 36 કનેકશનોમાં ગેરરિતી હોવાનું માલુમ પડેલ અને તેઓને લગભગ રૂપિયા 12.36 લાખની વીજચોરી પકડાતા વીજચોરોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો ઉનાળાની આકરી ગરમી શરૂ થવા સાથે જ દક્ષિણ ગુજરાત વીજ કંપનીના ભરૂચ સર્કલમાં સમાવિષ્ટ ભરૂચ અને નર્મદા જિલ્લામાં પણ વીજળીની માંગ તેમજ વપરાશ વધ્યો છે આવા DGVCL ને લાઈનલોસ અને પાવરલોસ વધુ આવતો હોય ગરમી સાથે જ વીજચોરી કરતા તત્વો ઉપર ત્રાટકવાનું શરૂ કરાયું છે અગાઉ નેત્રંગ પંથકમાં વીજ દરોડા બાદ બુધવારે જંબુસર નગરમાં રેડ પાડવામાં આવી હતી શહેરી વિસ્તારો કરતા ગામડાઓમાં વીજ ચોરીનું પ્રમાણ હજી પણ વધુ જોવા મળી રહ્યું હોય વિજિલન્સ દ્વારા ભરૂચ અને અંકલેશ્વર સિટી કરતા વધુ ભાર અન્ય ટાઉન અને ગામડાઓ પર મુકવામાં આવી રહ્યો છે


Share to

You may have missed