ગત 9 ડિસેમ્બર 2021 ના નિર્ભયા સ્ક્વોડ ના મહિલા પોલીસ કર્મી વર્ષાબેન ડુંગરપુરી નું માર્ગ અકસ્માત મા મૌત થયું હતું.
ઈકરામ મલેક:રાજપીપળા
નર્મદા જિલ્લા પોલીસ વિભાગમાં ફરજ બજાવતા મહિલા લોકરક્ષક પોલીસ કર્મી વર્ષાબેન ડુંગર પૂરી અને બે અન્ય મહિલા પોલીસકર્મી વાઘપુરા ગામે આવેલી કન્યા શાળા આસપાસ પેટ્રોલિંગ કરી પરત ફરી રહ્યા હતા ત્યારે રોડ પર પડેલા ખાડાઓને કારણે સંતુલન ગુમાવી પોતાની બાજુમાં સરકારી મોપેડ લઈ ચાલી રહેલી મહિલા પોલીસ કર્મી સાથે ટકરાઇ જતાં રોડ ઉપર પટકાઈ માથામાં ઇજા થઇ હતી અને તેઓનું મોત થયું હતું.
આ બનાવથી નર્મદા જિલ્લા પોલીસ વિભાગમાં ગમગીની ફરી વળી હતી મોત પામનાર મહિલા પોલીસકર્મી વર્ષાબેન તેઓ ના પરિવારમાં બે બહેનો મા સૌથી મોટા હોય પરિવારનું ભરણપોષણ કરવાની જવાબદારી નિભાવી રહ્યા હતા, તેઓથી અન્ય બે નાની બહેનો પણ હતી અને તેમના ભણવાનો ખર્ચ પણ વર્ષાબેન ડુંગરપુરી ઉઠાવતા હતા ત્યારે અચાનક વર્ષાબેન નું અકાળે મોત નિપજતા તેઓના પરિવાર ઉપર આપ તૂટી પડયો હતો.
તેઓના વતન બનાસકાંઠા ખાતે તેમનું અંતિમ સંસ્કાર કરવામાં આવ્યું હતું રાજપીપળાના પોલીસ વિભાગના માણસો પણ ત્યાં અંતિમવિધીમાં હાજર રહ્યા હતા તેમના ઘરની આર્થિક પરિસ્થિતિ નબળી હતી આ બાબત નર્મદા જિલ્લા પોલીસ વડા શ્રી હિમકારસિંહ ના ધ્યાને આવતા તેઓએ નર્મદા જિલ્લા પોલીસ પરિવારના ફંડમાંથી રૂપિયા બે લાખ દસ હજાર જેટલી રકમ મૃતકના પિતા ને આજરોજ રાજપીપળા મુકામે આપી તેના પરિવારને મદદરૂપ થયા હતા.