ભરૂચ:બુધવાર:- ગુજરાત યુનિવર્સિટી પ્રોફેશનલ પરીક્ષા સમિતિ દ્વારા આયોજીત વનરક્ષક વર્ગ-૩ ની જગ્યાઓ પરની ભરતી માટેની લેખિત પરીક્ષા તા.૨૭/૦૩/૨૦૨૨ ના રોજ બપોરે ૧૨:૦૦ કલાકથી ૧૪:૦૦ કલાક સુધી યોજાનાર છે. સદર પરીક્ષા ભરૂચ જીલ્લા ખાતેના કુલ-૧૭ (સત્તર) પરીક્ષા કેન્દ્રો પર લેવામાં આવશે
સદર પરીક્ષા કેન્દ્રોની નજીક આવેલ ઝેરોક્ષનાં વિક્રેતાઓ વધુ હોવાના કારણે વિધાર્થીઓ ઝેરોક્ષ સેન્ટર પરથી કાપલીઓ તથા અન્ય સાહિત્યની ઝેરોક્ષ નકલોની ઉપયોગ કરે અને કરાવે તેવા પરિણામે ગેરરીતિઓ થવાનો સંભવ રહે છે. જેથી ભરૂચ ખાતે આવેલ તમામ ઝેરોક્ષ સેન્ટરોના સંચાલકશ્રીઓને ઉકત પરીક્ષાના સમય દરમ્યાન ૧૦:૦૦ કલાક થી ૧૬:૦૦ કલાક સુધી ઝેરોલ સેન્ટરો સ્વેચ્છાએ નાગરિક ધર્મ સમજી બંધ રાખવા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, ભરૂચ ધ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.
