ગુજરાત યુનિવર્સિટી પ્રોફેશનલ પરીક્ષા સમિતિ દ્વારા વનરક્ષક વર્ગ–૩ ની જગ્યાઓ પરની ભરતી માટેની લેખિત પરીક્ષા યોજાશે

Share to


પરીક્ષા કેન્દ્રોની ફરતે ૧૦૦ મીટરની હદમાં પરીક્ષાર્થી તેમજ નિયુક્ત અધિકૃત વ્યક્તિઓ સિવાયની કોઈપણ વ્યકિત કે વ્યક્તિઓનાં સમુહને પ્રવેશ પર પ્રતિબંધ
૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦
ભરૂચ:બુધવાર:- ભરૂચ જીલ્લાના ભરૂચ શહેર ખાતેના કુલ-૧૭(સત્તર) પરીક્ષા કેન્દ્રો ઉપર ગુજરાત યુનિવર્સિટી પ્રોફેશનલ પરીક્ષા સમિતિ દ્વારા આયોજીત વનરક્ષક વર્ગ-૩ ની જગ્યાઓ પરની ભરતી માટેની લેખિત પરીક્ષા તા.૨૭/૦૩/૨૦૨૨ ના રોજ બપોરે ૧૨-૦૦ કલાકથી ૧૪૦૦ કલાક સુધી યોજાનાર છે. સદર, પરીક્ષામાં બેસનાર પરીક્ષાર્થીઓને પરીક્ષા આપવામાં અડચણ કે નુક્શાન ન થાય તેમજ સુલેહશાંતિનો ભંગ કે હુલ્લડ કે બખેડો અટકાવી શકાય તથા પરીક્ષાથીઓ અસામાજીક તત્વોનાં ત્રાસ-ભય વિના પરીક્ષા આપી શકે તે હેતુસર તમામ પરીક્ષા કેન્દ્રોની ફરતે ૧૦૦ મીટરની હદમાં પરીક્ષાર્થી સિવાયની કોઈપણ વ્યક્તિ કે વ્યકિતઓને પ્રવેશ કરવા પર પ્રતિબંધ મુકવો આવશ્યક જણાય છે.
અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ શ્રી જે.ડી.પટેલે ફોજદારી કાર્યરીતી અધિનિયમ, ૧૯૭૩ ની કલમ-૧૪૪ અન્વયે મળેલ અધિકારની રૂ એ તા.૨૭/૦૩/૨૦૨૨ નાં રોજ સવારના ૧૦:૦૦ કલાકથી ૧૬:૦૦ કલાક સુધી ગુજરાત યુનિવર્સિટી પ્રોફેશનલ પરીક્ષા સમિતિ દ્વારા વનરક્ષક વર્ગ–૩ ની જગ્યાઓ પરની ભરતી માટેની લેખિત પરીક્ષા યોજાનાર હોઈ, ભરૂચ જીલ્લા ખાતેના કુલ-૧૭ (સત્તર) પરીક્ષા કેન્દ્રોની ફરતે ૧૦૦ મીટરની હદમાં પરીક્ષાથી તેમજ નિયુક્ત અધિકૃત વ્યક્તિઓ સિવાયની કોઈપણ વ્યકિત કે વ્યક્તિઓનાં સમુહને પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવ્યો છે.
વધુમાં હું આ હુકમ (૧) પરીક્ષાની કામગીરી સાથે કોઈપણ રીતે સંકળાયેલ તમામ ફરજ પરના અધિકારીશ્રી કર્મચારીશ્રીઓ. (૨) પરીક્ષા ખંડમાં પાણી પીવડાવવાની કામગીરી કરતા અધિકૃત વ્યક્તિઓને (૩) ફરજ પરના પોલીસ કર્મચારીઓ તથા ગૃહ રક્ષક દળની વ્યકિતઓને, (૪) આકસ્મિક તપાસણીમાં આવતી અધિકૃત તમામ ટુકડીઓને લાગુ પડશે નહિ.
આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ હેઠળ કસુરવાર થશે તેમજ આ હુક્રમના ભંગ બદલ ફરીયાદ માંડવા પોલીસ હેડ કોન્સ્ટેબલ કે તેનાથી ઉપરની કક્ષાના પોલીસ અધિકારીશ્રીને અધિકૃત કરવામાં આવેલ છે.


Share to