DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

અંકલેશ્વર તાલુકાના ઉમરવાડા ગામ નજીકના રેલ્વે કોસીંગ (LC-168) ઉપર બ્રીજ બનાવવાની કામગીરી તા.૧૫/૦૯/૨૦૨૨ સુધી ચાલુ રહેશેજાહેર જનતાની સુવિધા અને સલામતી માટે સદંતર બંધ કરવા તથા રેલ્વે ક્રોસીંગ(LC-169) કૈવે કૌસીંગ પરના રોડ ટ્રાફિકને (LC-169) ઉપર ડાયવર્ટ

Share to


ભરૂચ:બુધવાર:- ભરૂચના અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ શ્રી જે.ડી.પટેલે ગુજરાત પોલીસ અધિનિયમ, ૧૯૫૧ ની કલમ-૩૩(૧)(બી) અન્વયે મળેલ સત્તાની રૂ એ નીચે મુજબ આદેશ કરે છે કે, અંકલેશ્વર તાલુકાના ઉમરવાડા ગામ નજીકના રેલ્વે કોસીંગ (LC-168) ઉપર બ્રીજ બનાવવાની કામગીરી તા.૧૫/૦૯/૨૦૨૨ સુધી ચાલુ રહેનાર હોય તા.૧૫/૦૯/૨૦૨૨ સુધી (LC-168) જાહેર જનતાની સુવિધા અને સલામતી માટે સદંતર બંધ કરવા તથા રેલ્વે ક્રોસીંગ (LC-169) રેલ્વે ક્રોસીંગ પરના રોડ ટ્રાફિકને (LC-169) ઉપર ડાયવર્ટ કરવા આથી હુકમ કરવામાં આવેલ છે.
આ જાહેરનામાના આદેશનું ઉલ્લંઘન કરનાર ઈસમ ભારતીય ફોજદારી ધારા કલમ ૧૮૮ અને ગુજરાત પોલીસ અધિનિયમ કલમ-૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર થશે.


Share to

You may have missed