અંકલેશ્વર નગરપાલિકા કચેરી સહિત કુલ-૪ વોર્ડમાં વિધવા સહાયના ૧૪૩, વૃધ્ધ સહાયના ૧૨૬ અને ૮૨ લાભાર્થીઓને પોષ્ટમાં એકાઉન્ટ ખોલાયા:૨૧૫૨ વ્યક્તિઓનો ઘરે ઘરે જઈ સંપર્ક કરાયો

Share to


તાલુકા વહીવટી તંત્ર અને નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે કેમ્પનું આયોજન કરાયું
૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦
ઉત્કર્ષ પહેલ અંતર્ગત નગરપાલિકા સભાખંડ ખાતે ૩૧ માર્ચ-૨૦૨૨ સુધી આ કેમ્પ ચાલુ રહેશે
૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦
ભરૂચ:મંગળવાર:- ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર ધ્વારા “ઉત્કર્ષ પહેલ” હાથ ધરવામાં આવી છે. આ યોજના અંતર્ગત અંકલેશ્વર શહેરમાં તાલુકા વહીવટી તંત્ર અને નગર પાલિકાના સંયુક્ત ઉપક્રમે બે દિવસીય “વિધવા સહાય” અને “વૃદ્ધ સહાય” યોજના અંગેના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આજરોજ બીજા દિવસે નગરપાલિકા કચેરી સહિત શહેરના ચાર સ્થળે યોજાયેલ કેમ્પમાં નગરપાલિકાના ૪ વોર્ડને આવરી લેવામાં આવ્યા હતા અને ડોર ટુ ડોર જઈને લાભાર્થીઓને ઉત્કર્ષ પહેલ યોજનાનો લાભ આપવામાં આવ્યો હતો. ઉત્કર્ષ પહેલ અંતર્ગત નગરપાલિકા સભાખંડ ખાતે ૩૧ માર્ચ-૨૦૨૨ સુધી આ કેમ્પ ચાલુ રહેશે.
ઉત્કર્ષ પહેલ અંતર્ગત અંકલેશ્વરની નગરપાલિકા ડીસ્પેન્સરી ખાતે વોર્ડ નંબર ૬ માટે યોજાયેલ કેમ્પમાં વિધવા સહાયના ૩૦, વૃધ્ધ સહાયના ૪૩ અને ૩૪ લાભાર્થીઓના પોષ્ટમાં એકાઉન્ટ ખોલવામાં આવ્યા હતા. ઝેનીથ સ્કુલ ખાતે વોર્ડ નં.૮ માટે યોજાયેલ કેમ્પમાં વિધવા સહાયના ૬૦, વૃધ્ધ સહાયના ૦૨ અને ૩૧ લાભાર્થીઓના પોષ્ટમાં એકાઉન્ટ ખોલવામાં આવ્યા હતા. ભાથુજી મંદિર જીન ફળિયા ખાતે વોર્ડ નં.૯ માટે યોજાયેલ કેમ્પમાં વિધવા સહાયના ૨૧ અને વૃધ્ધ સહાયના ૨૧ અને ૦૫ લાભાર્થીઓના પોષ્ટમાં એકાઉન્ટ ખોલવામાં આવ્યા હતા. પીપલેશ્વર મહાદેવ મંદિર ગંગાજમના સોસાયટી ખાતે વોર્ડ નં.૯ માટે યોજાયેલ કેમ્પમાં વિધવા સહાયના ૨૭ અને વૃધ્ધ સહાયના ૫૬ અને ૧૨ લાભાર્થીઓના પોષ્ટમાં એકાઉન્ટ ખોલવામાં આવ્યા હતા. આમ નગરપાલિકા કચેરી સહિત કુલ-૪ વોર્ડમાં વિધવા સહાયના ૧૪૩, વૃધ્ધ સહાયના ૧૨૬ અને ૮૨ લાભાર્થીઓના પોષ્ટમાં એકાઉન્ટ ખોલવામાં આવ્યા હતા. ઉક્ત ૪ વોર્ડમાં ૨૧૫૨ વ્યક્તિઓનો ઘરે ઘરે જઈ સંપર્ક કરવામાં આવ્યો હતો.
અંત્યનો ઉદય થકી સર્વનો ઉદય થાય તેવી “અંત્યોદય”ની ભાવના સાથે ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર ધ્વારા “ઉત્કર્ષ પહેલ” હાથ ધરવામાં આવી છે. વહીવટી તંત્ર ધ્વારા ઘરે ઘરે ફરી, શેરી, મહોલ્લા, ગામોમાં જઇ જિલ્લાના ગંગા સ્વરૂપા આર્થિક સહાય, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃધ્ધ સહાય, નિરાધાર વૃધ્ધ આર્થિક સહાય, રાષ્ટ્રીય કુટુંબ સહાયના લક્ષિત લાભાર્થીઓને ઘેર બેઠા જ યોજનાનો લાભ મળી શકે. ત્યારે ઉત્કર્ષ પહેલ અંતર્ગત અંકલેશ્વર તાલુકા વહીવટી તંત્ર અને નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે બે દિવસીય શહેરી વિસ્તારના વિવિધ વોર્ડમાં વિધવા સહાય અને વૃધ્ધ સહાય અંગેના કેમ્પનું આયોજન કરવામા આવ્યું હતું. આ કેમ્પમાં પોષ્ટ વિભાગના કર્મચારીઓ સ્થળ ઉપર ઉપસ્થિત રહી યોજનાના લાભાર્થીઓના સ્થળ ઉપર એકાઉન્ટ ખોલવામાં આવ્યા હતા.
આ વેળાએ નગરપાલિકાના પ્રમુખશ્રી વિનયભાઈ વસાવા સહિત નગરપાલિકાના સભ્યો અને મામલતદાર કચેરી તેમજ પાલિકાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Share to