આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ચકલી બચાવો અભિયાનના ભાગરૂપે લોક જાગૃતિ ઉભી કરવા માટે નાના-મોટા સૌ માટે વિવિધ સ્પર્ધાઓનું આયોજન મનમૈત્રી સેવા ફાઉન્ડેશન દ્વારા સ્વામિનારાયણ ગુડવિલ સ્કુલ ખાતે સુંદર અને સર્વોત્તમ આયોજન વિશ્વ ચકલી દિવસે સંપન્ન થયું હતું.
પ્રથમ વયજુથ ૬ થી ૧૪ વર્ષ માટે વર્ચ્યુઅલ ફેન્સી ડ્રેસ હરીફાઈમાં ચકલીનો ડ્રેસ પહેરી ચકલી વિષયક સંદેશનો એક મિનિટનો વિડીયો બનાવી સંસ્થાને મોકલી આપવાનો હતો, ત્યારબાદ ચિત્ર સ્પર્ધા અને ક્રાફટમાં પ્રથમ વયજુથ ૬ થી ૧૪ વર્ષ, બીજું વયજુથ ૧૫ થી ૨૧, અને ત્રીજું વયજુથ ૨૧ વર્ષ થી વધુ ઉંમરના એમ ત્રણે વયજુથ માટે ચકલી વિષય આધારિત ચિત્ર સ્પર્ધા અને ક્રાફટ સ્પર્ધામાં ચકલીનો માળો બનાવવાની સ્પર્ધા એમ ત્રણેય સ્પર્ધઓમાં મળી કુલ ૪૦૦ સ્પર્ધકોએ ભાગ લીધો. ત્રણેય વયજુથમાં પ્રથમ, દ્વિતીય, તૃતીય ઉપરાંત ત્યારબાદના ૪ થી ૧૦ નંબર સુધીના સ્પર્ધકોને આશ્વાસન ઇનામો આપવામાં આવ્યા હતા.
નિર્ણાયકો તરીકેની સેવા વડોદરાના ખાસ ચકલી પ્રેમી સપના બહેન પરીખ જેઓએ પોતાના ઘરે ચકલી કોલોની બનાવી છે તેઓ સાથે આર.એમ.પી.એસ સ્કૂલના હમીદ પટેલે સેવાઓ આપી હતી એમ મનમૈત્રી સેવા ફાઉન્ડેશન ભરૂચ ધ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.
Khabar Ek dum Sachi
More Stories
ઝઘડિયા તાલુકાના રાજપારડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ઈસમોને ઘરે વીજ કનેક્શનની ચકાસણી
જુનાગઢ ખમધ્રોલ ગામના લીસ્ટેડ બુલેટગેર હિરેન કારિયાના ગેર કાયદેસર કારખાનાના બાંધકામ ઉપર પોલીસે બુલડોઝર ફેરવ્યું
ઝઘડિયા તાલુકાના કરાડ ગામની સીમમાં શેરડીના ખેતરમાંથી સળગી ગયેલ હાલતમાં માનવ કંકાલ મળતા ચકચાર