બોડેલી ના જૂની બોડેલી ની મહિલાઓ નું દારૂના અડ્ડા પર બંધ કરાવવા રેલી કાઢી અને આવેદન આપ્યું

Share toબોડેલી તાલુકાના જૂની બોડેલી માં દારૂના અડ્ડા ખુલ્લેઆમ ચાલતા હોય જૂની બોડેલી ની મહિલાઓ અલીપુરા ચાર રસ્તા થી રેલી યોજીને પોલીસ સ્ટેશનમાં જઈને દારૂના અડ્ડા બંધ કરાવવા માટે સુત્રોચ્ચાર કર્યા હતા ત્યારે આ વિસ્તારની મહિલાઓ જણાવી રહી છે કે યુવાધન અવળા રસ્તે જઈ રહ્યું છે અને ઘર ઘરમાં મારઝૂડના બનાવો પણ વધ્યા હોવાની વ્યાપક ફરિયાદ ને લઇને સ્થાનિક મહિલાઓ અને સૂત્રોચ્ચાર કરીને પોલીસ મથકે પહોંચી અને દારૂના અડ્ડા બંધ કરાવવા માટે આવેદન આપ્યું હતું બોડેલી પંચાયતની હદમાં જૂની બોડેલી વિસ્તારમાં દારૂ છૂટથી વેચાય રહ્યો છે યુવકો દારૂ ની લતે લાગ્યા હોવાથી ઘરમાં મારઝૂડના બનાવો સતત વધી રહ્યા છે મહિલાઓ જણાઈ રહી છે આ સંજોગોમાં બોડેલીના જૂની બોડેલી વિસ્તારમાં દેશી દારૂના અડ્ડા બંધ કરાવવા માટે મહિલાઓ રેલી કાઢી હતી અને આવેદનપત્ર આપ્યું હતું બોડેલી પોલીસ સ્ટેશન પહોંચી ને મહિલાઓ હલ્લો મચાવ્યો હતો
ખુલ્લેઆમ જૂની બોડેલી વિસ્તારમાં દારૂના અડ્ડા ચાલી રહ્યા છે પણ અહીંની સ્થાનિક પોલીસ ચૂપ કેમ છે તેમ સ્થાનિક મહિલાઓએ અનેક સવાલો કર્યા હતા
તાત્કાલિક ધોરણે પોલીસ દ્વારા દારૂના અડ્ડા બંધ કરાવે તેમ સ્થાનિક મહિલાઓ જણાવી રહી છે


ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


Share to