બોડેલી ખત્રી વિદ્યાલયમાં વાર્ષિક ઉત્સવ ઇનામ વિતરણ અને સન્માન સમારોહ યોજાયો .

Share toઆજરોજ એમ ડી આઈ પ્રાથમિક શાળા અને ખત્રી વિદ્યાલય ઉચ્ચતર માધ્યમિક શાળા તથા લોક ઉત્થાન કેન્દ્ર છોટાઉદેપુર ના સંયુક્ત ઉપક્રમે શાળામાં વાર્ષિક ઉત્સવ તથા ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓને વિદાય સન્માન સમારંભ યોજાયો .કાર્યક્રમના અધ્યક્ષ છોટાઉદેપુર જિલ્લા શિક્ષણ અધિકારી માનનીય ક્રિષ્નાબેન પાંચાણી એ ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ ઉત્કૃષ્ટ દેખાવ કરે, નિર્ભય બની પરીક્ષા આપે અને જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ પાઠવી .સાથે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી ઈમરાન ભાઈ સોની દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત અને શાંતિથી પરીક્ષા આપે તેઓ સંદેશ પાઠવ્યો. બોડેલી પીએસઆઇ શ્રી સરવૈયા સાહેબે હાજરી આપી વિદ્યાર્થીઓના ઉત્સાહમાં વધારો કર્યો .લોક ઉત્થાન કેન્દ્ર ના કો-ઓર્ડિનેટર શ્રી ઇન્દ્રસિંહ રાઠોડ હાજર રહ્યા અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં સહભાગી બન્યા .શાળામાં અભ્યાસ કરતા ધોરણ 1 થી 12 ના વિદ્યાર્થીઓ કે જેઓએ પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર મેળવ્યો હતો તેઓને ટ્રોફી અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા .સાથે સાથે વર્ષ દરમિયાન અલગ-અલગ સહઅભ્યાસિક પ્રવૃતિઓમાં જે વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો તેઓને પ્રમાણપત્ર અને ઇનામ આપી નવાજવામાં આવ્યા. અલી ખેરવા જુથ ગ્રામ પંચાયત ના સરપંચ નું શાળા પરિવાર વતી સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું સાથે સ્ટુડન્ટ ઓફ ધ યર સુહેમા પટેલ અને તન્વી ફાતેમા ને જાહેર કરવામાં આવ્યા .બેસ્ટ સ્ટુડન્ટ ,હેલ્પીંગ હેન્ડ સ્ટુડન્ટ, હેલ્પીંગ હેન્ડ ટીચર ,બ્લીથ એવોર્ડ ,સ્વચ્છ વિદ્યાર્થી સન્માન, આ પ્રકારના અલગ-અલગ કેટેગરીમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો નું સન્માન કરવામાં આવ્યું સાથે સરસ્વતી સહાય યોજના અંતર્ગત ધોરણ ૯ માં અભ્યાસ કરતી કન્યાઓને સાયકલ વિતરણ કરવામાં આવ્યું, ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ દ્વારા શાળાને સ્મૃતિભેટ આપવામાં આવી .આમ સમગ્ર કાર્યક્રમ નું સફળ સંચાલન એમ.એ .ખત્રી અને શ્રીમતી એસ.આઈ.તુરાબ દ્વારા કરવામાં આવ્યું.


ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


Share to