ઝઘડીયાનાં દુમાલા વાઘપુરા ગામના લોકોએ ન્યાયની માંગણી સાથે એસ.ડી.એમ. ને આવેદનપત્ર પાઠવ્યું.

Share to

પ્રતિનિધિ / સતીશ વસાવા , ઝગડીયા

ડી એન એસ ન્યૂઝ ભરૂચ 21-03-22

ઝઘડિયા તાલુકાના દુમાલા વાઘપુરા ગામના ગ્રામજનો દ્વારા ઝઘડીયા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ વિરુદ્ધમાં કલેકટર, નાયબ કલેકટર, ડીએસપી, ડીવાયએસપી સહીત ઝઘડીયા એસ.ડી.એમ. ને ૭ મુદ્દાઓ સાથેનું આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી છે. ગ્રામજનોએ ઉમલ્લા પોલીસ મથકમાં અલગ-અલગ કરેલી ફરિયાદમાં ઝઘડીયા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ પ્રકાશ દેસાઇ તથા રીતેષ વસાવા દ્વારા ખોટી ચઢામણી કરી ફરિયાદો કરવામાં આવતી હોવાનો આક્ષેપ ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યો છે, દુમાલા વાઘપુરાના ગ્રામજનો તાલુકા પંચાયતના પ્રમુખ તથા કારોબારી અધ્યક્ષ ની સાથે ચૂંટણી માં ચાલતા ન હોવાથી તેમની તથા તેમના પરિવારના સભ્યો સામે ખોટી ખોટી ફરિયાદો કરવામાં આવે છે તેમ જણાવ્યું હતુ, , સાથે રાયસિંગપુરા ગામના મારામારીના બનાવમા આરોપીઓની અટકાયત કરી ન્યાય આપવા માંગણી કરી છે,વાઘપુરાના ગ્રામજનોએ જણાવ્યું હતું કે તાલુકા પંચાયતના પ્રમુખ પ્રકાશ દેસાઇ તથા રીતેષ વસાવા ધમકીઓ આપે છે જેથી તેઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા રજૂઆત કરી છે. રાયસિંગપુરા અને વાઘપુરા ગામના લોકોસાથે બીટીપીના કાર્યકરો પણ આવેદન પત્ર આપવા મોટી સંખ્યામાં જોડાયા હતા

કરીગ્રામજનોએ પાઠવેલા આવેદનપત્રમાં ની નકલ ગૃહ મંત્રી, ભાજપાના પ્રદેશ અધ્યક્ષ, ભરૂચ સાંસદ તેમજ ઝઘડિયાના ધારાસભ્યને નકલ રવાના કરી હતી


Share to