વડવાળા દેવના પ્રાગટ્ય દિવસે સંતવાણીનો ભવ્ય કાર્યક્રમ યોજાયો

Share to


(ડી.એન.એસ)સુરેન્દ્રનગર,તા.૨૦
સુરેન્દ્રનગરના દૂધરેજ ખાતે આવેલા વડવાળા દેવના પ્રાગટ્ય દિવસ નિમિત્તે ભવ્ય રીતે સંતવાણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. દરમિયાન બે લાખથી વધુ લોકોએ લાઈવ કાર્યક્રમ આ દુધરેજ વડવાળા મંદિર ખાતેથી નિહાળ્યો હતો. ત્યારે કિર્તીદાન ગઢવી અને રાજભા ગઢવી સહિતના ખ્યાતનામ કલાકારો દ્વારા સંતવાણી કાર્યક્રમમાં આખી રાત ભજનોની રમઝટ બોલાવી લોકોના દિલ જીતી લેવામાં આવ્યા હતા આ સંતવાણી કાર્યક્રમમા લાખો રૂપિયાનો વરસાદ થયો હતો. ત્યારે ઉલ્લેખનીય છે કે, દુધરેજ વડવાળા મંદિર અનેક પ્રકારના સેવાકીય કાર્યો કરી રહ્યા છે. ત્યારે ગૌશાળા સહિતના તેમજ લોકો ઉપયોગી કામો પણ વડવાળા દેવના આશીર્વાદથી દુધરેજ વડવાળા મંદિર કરી રહ્યું છે. ત્યારે બે વર્ષ બાદ વડવાળા દેવના પ્રાગટ્ય દિવસની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કિર્તીદાન ગઢવી સહિતના નામાંકિત કલાકારો સંતવાણી કાર્યક્રમમાં ઉપસ્થિત રહી લોકોને ડોલાવી દીધા હતા. જ્યારે આ કાર્યક્રમમાં મંદિરના મહંત કનીરામદાસજી બાપુ તેમજ મુકુંદરામજી બાપુ અને અન્ય સંતો મહંતો ઉપરથી લાખો રૂપિયાની ઘોર ગાયોના લાભાર્થે કરવામાં આવી છે. ત્યારે કિર્તીદાનભાઈ ગઢવી તેમજ રાજભા ગઢવી સહિતના કલાકારોએ પોતાના અંદાજમાં લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. રબારી સમાજના આગેવાનો તેમજ અગ્રણીઓ તથા સુરેન્દ્રનગર જિલ્લાના રાજકારણીઓ તથા બહારગામથી આવેલા મહેમાનો દ્વારા લાખો રૂપિયાનો વરસાદ કરી દેવામાં આવ્યો હતો. શ્રી વડવાળા દેવના પ્રાગટ્ય દિવસની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી.હોળીના પર્વ નિમિત્તે વડવાળા મંદિર ખાતે ભવ્ય લોક ડાયરા તથા સંતવાણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આ આયોજનમાં વડવાળા દેવના પ્રાગટ્ય દિવસ નિમિત્તે ગુજરાત રાજ્યના નામાંકિત કલાકારો હાજર રહ્યા હતા અને સંતવાણીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ત્યારે આ સંતવાણીના કાર્યક્રમમાં વડવાળા મંદિરે રૂપિયાનો વરસાદ થયો હતો. કિર્તીદાન ગઢવી અને રાજભા ગઢવી દ્વારા તથા આવેલા કલાકારો દ્વારા લોકોના દિલ જીતી લેવામાં આવ્યા હતા.


Share to