સુરતના પાંડેસરામાં મિલમાં ભીષણ આગ ફાટી નીકળી હતી

Share to(ડી.એન.એસ)સુરત,તા.૨૦
સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી અમિત સિલ્ક મિલમાં સવારે આગ ફાળી નીકળી હતી. આગના પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ૧૭ ગાડીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. કલાકોની જહેમત બાદ ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો હતો. ઘટનામાં હાલ કોઈ જાનહાનિ થઈ નથી. જ્યારે હાલ ફાયર વિભાગ દ્વારા કુલિંગની કામગીરી ચાલી રહી છે. જાેકે, આગનું કારણ અકબંધ છે. આગના પગલે મિલ મોટા નુકસાનનું અનુમાન છે.સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી અમિત સિલ્ક મિલમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. જેના પગલે ફાયર વિભાગ ૧૭ જેટલી ગાડીઓ ઘટના સ્થળે દોડી ગઈ હતી. કલાકોની જહેમત બાદ ફાયરે વિભાગને આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી.


Share to