November 30, 2024

રાજ્ય સરકાર દ્વારા ખેડુતનું અકસ્માત મૃત્યુ અથવા અપંગ થતાં ૨ લાખ આપશે

Share to


(ડી.એન.એસ)સુરત,તા.૨૦
ગુજરાત સરકારે રાજ્યના ખાતેદાર ખેડૂતોને આકસ્મીક મૃત્યુ અથવા કાયમી અંપગતાના કિસ્સામાં વીમા રક્ષણ આપવાની યોજના આરંભ કરી છે. રાજ્ય સરકાર દ્વારા વીમા પ્રિમીયમની ચુકવણી કરાય છે.આ યોજના ગુજરાત સામુહિક જૂથ જનતા અકસ્માત વીમા યોજના વિમા નિયામક ગાંધીનગર મારફત અમલ આવી છે.યોજનાનો મુખ્ય ઉદ્દેશ ખાતેદાર ખેડૂત તથા ખાતેદાર ખેડૂતના કોઇ પણ સંતાન તેમજ ખાતેદાર ખેડૂતના પતિ/પત્નીનું અકસ્માતે મૃત્યુ થાય કે કાયમી અંપગતા આવે તો તેના વારસદારને આર્થિક સહાય આપવાનો છે. મૃતક અથવા કાયમી અપંગ વ્યક્તિ પોતે ખાતેદાર ખેડૂત, ખાતેદાર ખેડૂત સંતાન અથવા ખાતેદાર ખેડૂતના પતિ/પત્ની હોવા જાેઇએ. મૃત્યુ અથવા કાયમી અપંગતા અકસ્માતના કારણે થયેલ હોય તો જ લાભ મળવાપાત્ર છે. મૃતક અથવા કાયમી અપંગ વ્યક્તિની ઉંમર ૫ થી ૭૦ વર્ષની હોવી જાેઇએ અને ૧૫૦ દિવસમાં જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરીમાં અરજી કરેલી હોવી જાેઇએ. અકસ્માતને કારણે મૃત્યુ કે કાયમી સંપૂર્ણ અપંગતાના કિસ્સામાં રૂ. ૨ લાખ, અકસ્માતને કારણે ૨ આંખ, બે અંગ, હાથ અને પગ, એક આંખ અથવા એક અંગ ગુમાવવાના કિસ્સામાં રૂ. ૨ લાખ અને અકસ્માતને કારણે એક આંખ અથવા એક અંગ ગુમાવવાના કિસ્સામાં એક લાખ રૂપિયા મળવાપાત્ર છે.


Share to

You may have missed