ઝઘડીયા તાલુકાના રાયસીંગપુરા ગામે હોળીના દિવસે ઝઘડો થતા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ વિરુધ્ધ એટ્રોસિટીની ફરિયાદ…ઝઘડિયા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અને તેમના પુત્ર સહિત કુલ ૬ ઇસમો સામે ગુનો નોંધાયો

Share to


ભરૂચ જિલ્લા ના ઝગડીયા તાલુકાના રાયસીંગપુરા ગામે રહેતા કૌશીકાબેન વિરસીંગભાઇ વસાવા પરિવાર સાથે રહેછે અને ઘરકામ કરીને ગુજરાન ચલાવે છે. ગત તા.૧૭ મીએ હોળીના દિવસે કૌશીકાબેન તેમની ભત્રીજા વહુ રીનાબેન વસાવા સાથે હોળી પ્રગટાવવાના સ્થળ પર ગયા હતા. તે પછી ગામના સરપંચ ગજરીબેન ભાવસીંગ વસાવાના દિકરા શનાભાઇએ આવીને હોળી સળગાવી હતી. તે વખતે ગણેશભાઇ બચુભાઈ વસાવા નાઓએ કૌશીકાના મોટાભાઇ બાબુભાઇને મોઢાના ભાગે એક તમાચો મારી દીધેલ. જેથી કૌશીકા વચ્ચે પડતા વાસુદેવ સવૈયાલાલ વસાવા રહે.રાયસીંગપુરા નાએ કૌશીકાને માથાના ભાગે એક ઢિંક મારી હતી. અને કૌશીકાના ગળામાંથી સોનાની ચેન તુટીને નીચે પડી ગઇ હતી. તે વખતે શનાભાઇ વસાવાએ કહેલ કે આ બધાને આજે જીવતા નથી જવા દેવાના. તેમ કહીને કૌશીકાબેનના ભત્રીજા પ્રિયંકભાઇને ઢિકાપાટુનો માર માર્યો હતો. તે વખતે તાલુકા પંચાયતના ઉપપ્રમુખ પ્રકાશભાઇ દેસાઇભાઇ દેસાઇને આ લોકોને સમજાવવાનું કહ્યુ તો પ્રકાશભાઇ દેસાઇ રહે.રાયસીંગપુરા એ કહેલ કે જાને બહુ મોટી સમજાવવાવાળી આવી પડી ભીલડી, તેમ કહીને જાતિ વિષયક અપશબ્દો બોલીને જાહેરમાં અપમાનિત કરેલ. તે વખતે તેમના દિકરા હાર્દિકભાઇ પ્રકાશભાઇ દેસાઇ રહે.રાયસીંગપુરાનાએ કૌશીકાબેનને ગાલે એક લાફો મારી દીધો હતો. અને ધૃવિતભાઇ વિજયભાઇ દેસાઇ રહે.રાયસીંગપુરા નાએ તેમને સામેથી ધક્કો દઇને કૌશીકાની ભત્રીજાવહુ રીનાબેન વસાવાને મોંઢા પર લાફો માર્યો હતો. તેમજ હાર્દિકભાઇ પ્રકાશભાઇ દેસાઇ તથા ધૃવિતભાઇ વિજયભાઇ દેસાઇએ માબેન સમાણી ગાળો બોલીને ઝઘડો કર્યો હતો. તે વખતે કૌશીકાના કુટુંબીજનોએ વચ્ચે પડીને છોડાવ્યા હતા. ત્યારબાદ શનાભાઇ ભાવસીંગ વસાવા, વાસુદેવ સવૈયાલાલ વસાવા, ગણેશભાઇ બચુભાઈ વસાવા, હાર્દિકભાઇ પ્રકાશભાઇ દેસાઇ તેમજ ધૃવિતભાઇ વિજયભાઇ દેસાઇનાએ એકસંપ થઇને કૌશીકાબેન, તેના મોટાભાઇ બાબુભાઇ, ભત્રીજા પ્રિયંકભાઇ તેમજ ભત્રીજા વહુ રીનાબેનને ગાળો બોલીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવ સંદર્ભે કૌશીકાબેન વિરસીંગભાઇ વસાવા રહે.ગામ રાયસીંગપુરાનાએ ગણેશ બચુભાઈ વસાવા, વાસુદેવ સવૈયાલાલ વસાવા, શનાભાઇ ભાવસીંગભાઇ વસાવા, પ્રકાશભાઇ દેસાઇભાઇ દેસાઇ, હાર્દિકભાઇ પ્રકાશભાઇ દેસાઇ તેમજ ધૃવિતભાઇ વિજયભાઇ દેસાઇ બધા રહે.ગામ રાયસીંગપુરા તા.ઝઘડીયાના વિરુધ્ધ ઉમલ્લા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.


Share to