ભરૂચ જિલ્લા ના ઝઘડિયા તાલુકાના અંધાર કાછલા ગામે પાણીની સમસ્યા મુદ્દે ગ્રામજનોએ માટલાફોડીને વિરોધ નોંધાવ્યો..

Share to




ઝઘડિયા તાલુકાના ધોળાકુવા ગ્રુપ ગ્રામ પંચાયતમાં આવતું અંધાર કાછલા ગામે છેલ્લા બે મહિના ઉપરાંતથી પાણીની સમસ્યાના લીધે લોકો હાકાલી ભોગવી રહ્યા છે, અંધાર કાછલા ગામે બે મહિનાથી પીવાનું પાણી આવતું નથી જેના લીધે લોકો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે તેમજ ઢોર ઢાંખરને પણ પીવડાવવા માટે પાણી મળતું નથી ગ્રામજનોએ પાણીની સમસ્યા મુદ્દે સરપંચને રજુઆત કરતા સરપંચે આડકતરો જવાબ આપતા જણાવ્યું હતું કે તમે નજીકની ખાડીમાંથી પાણી ભરી લાવો પરંતુ ગામની નજીક આવેલી ખાડીમાં ઝઘડિયા જી.એમ.ડી.સિ. નુ પ્રદુશીત પાણી આવે છે જે પાણી મનુષ્ય માટે તેમજ ઢોરઢાંખર માટે પીવા લાયક નથી, ખાડીનું પાણી પીવાથી લોકોના સ્વાસ્થ્યને નુકસાન થાય એવી શક્યતા છે, અંધાર કાછલા ગામે ખેતમજૂરી કરતા લોકો વસે છે અને એ લોકો વહેલી સવારે પેટ ભરવા માટે મજુરી કામ અર્થે નિકળી જાય છે ગામમાં આવેલા સોલાર પેનલથી ચાલતા એક બોરમાં સવારે ૧૦ વાગ્યા પછી પાણી આવે છે જેથી મજુરીએ જતા લોકો આ પાણીનો ઉપયોગ કરી શકતા નથી


ગામ લોકોના જણાવ્યા મુજબ તલાટી પાસે કોઈ પણ કામ માટે જાય છે તો ત્યાંથી પેલ્લા પાણીવેરો ભરવા માટે જણાવવામાં આવે છે પરંતુ ગામમાં પાણી આવતું નથી તો વેરો શા માટે ? તેમજ સરપંચ દ્વારા આ ગામમાં કોઈ પણ કામ કરવામાં આવશે નહીં તેમ જણાવવામાં આવે છે તેવું ગ્રામજનોએ જણાવ્યું હતું


ગામમાં પાણીની સમસ્યા મુદ્દે ગ્રામજનોએ સરપંચની હાય હાયના નારા બોલાવી, પાણીના માટલા ફોડી સરપંચ સામે તેમજ તંત્ર સામે વિરોધ નોધાવી પાણીની સમસ્યાનું નિરાકરણ લાવવા માંગ કરી છે , જો આ સમસ્યાનું જલદીથી નિરાકરણ લાવવામાં નહી આવે તો ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવાની ચિમકી ઉચ્ચારી હતી

રિપોર્ટ બાય /-સતીશ વસાવા


Share to