નાંદોદના ધારાસભ્યશ્રી શ્રી પી.ડી વસાવા દ્વારા વિધાનસભામાં કરવામાં આવેલી રજૂઆત સંદર્ભે કરજણ જળાશય યોજનાના કાર્યપાલક ઇજનેરશ્રીની જરૂરી સ્પષ્ટતા

Share to


રાજપીપલા,ગુરૂવાર :- નાંદોદના ધારાસભ્યશ્રી શ્રી પી.ડી વસાવા દ્વારા વિધાનસભામાં કરવામાં આવેલી રજૂઆત સંદર્ભે કરજણ જળાશય યોજનાના કાર્યપાલક ઇજનેરશ્રી તરફથી જરૂરી સ્પષ્ટતા કરતાં જણાવાયું છે કે, કરજણ જળાશય યોજના આધારીત જમણા કાંઠા મુખ્ય નહેર અને તેને સંલગ્ન શાખા-પ્રશાખાઓ અંતર્ગત નાંદોદ અને ગરૂડેશ્વર તાલુકાના કુલ-૪૯ ગામોના ૧૦,૫૩૮ હે. સિંચાઇનો કમાંડ વિસ્તાર ધરાવે છે. સદર કેનાલો આશરે ૩૫ વર્ષથી પણ વધુ જુની હોઇ, ખૂબજ જર્જરીત થઇ ગયેલ હોઇ, પૂરતો સિંચાઇનો લાભ ગરૂડેશ્વર અને નાંદોદ તાલુકાના ખેડૂતોને મળે તે હેતુથી કરજણ જળાશય વિભાગ દ્વારા જમણા કાંઠા મુખ્ય નહેર અને તેની સંલગ્ન શાખાઓની લાઇનીંગ તેમજ મરામતની કામગીરી સરકારશ્રીની મંજૂરી સહ હાથ ધરવામાં આવી રહી છે.
સદર કેનાલની કામગીરી યોગ્યત: રીતે વિભાગના ઇજનેરોની તેમજ થર્ડ પાર્ટી ઈંસ્પેક્શનના ઇજનેરોની દેખરેખ હેઠળ ગુણવત્તાસભર થઇ રહેલ છે. સદર કેનાલોની કામગીરી પર વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ, ગુણવત્તા નિયમનનાં અધિકારીશ્રીઓ દ્વારા પણ સ્થળ નિરીક્ષણ કરવામાં આવી રહેલ છે તથા તેઓની વખતો વખતની સુચનાઓનું પણ ચુસ્તપણે પાલન કરી કામગીરી ગુણવત્તાસભર થાય તેનુ પણ પુરતું ધ્યાન રાખવામાં આવી રહેલ છે.
વધુમાં કામગીરી બાબતે કેટલીક સ્થાનિક રજૂઆતો મળતા તેઓનું પણ તાત્કાલિક અસરથી વિભાગના ઇજનેરો દ્વારા સંપૂર્ણ માર્ગદર્શન સહ કામગીરી બાબતની રજુઆતોનું યોગ્ય નિવારણ લાવી જરૂર જણાયે ફરીથી યોગ્યત: કામગીરી કરાવડાવી સદર કામગીરી પ્રજાલક્ષી, પ્રજાના હિતમાં અને ગુણવત્તાસભર થાય તેનુ પણ પુરતું ધ્યાન રાખવામાં આવી રહેલ હોવાનું ઉક્ત સ્પષ્ટતામાં વધુમાં જણાવાયું છે.


Share to

You may have missed