રાજપીપલા,ગુરૂવાર:- ગુજરાત સરકારના રમત ગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્ર, નર્મદા દ્વારા ચાલુ ચાલુ વર્ષે ખેલ મહાકુંભનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
તાલુકા કક્ષાએથી શરૂ થતી સ્પર્ધાઓમાં એથલેટીક્સ, ચેસ, રસ્સાખેંચ, ખોખો, કબડ્ડી, યોગાસન અને વોલીબોલની સ્પર્ધાઓ તા.૨૧/૦૩/૨૨ થી તા.૨૬/૦૩/૨૨ સુધી તાલુકાવાર નક્કી કરાયેલા નિયત સ્થળો મુજબ યોજાશે. જેમાં નાંદોદ તાલુકા માટે રાજપીપલાની શ્રી છોટુભાઇ પુરાણી ડિગ્રી કોલેજ ઓફ ફિઝીકલ એજ્યુકેશન, ગરૂડેશ્વર તાલુકા માટે બોરીયા ગામની શ્રી પિન્ટુલાલા વિદ્યામંદિર, તિલકવાડા તાલુકા માટે તિલકવાડાની શ્રી કે.એમ.શાહ.વિદ્યામંદિર, દેડિયાપાડા તાલુકા માટે દેડીયાપાડાની શ્રી એ.એન.બારોટ હાઇસ્કુલ અને સાગબારા તાલુકા માટે સાગબારાની કોડબા ગામની શ્રીમતી રમાબેન સાર્વજનિક વિદ્યાલય, ખાતે સ્પર્ધાઓ યોજાશે.
તેવી જ રીતે, સીધી જિલ્લાકક્ષાની સ્પર્ધાઓ માટે તા.૨૧/૦૩/૨૦૨૨ થી તા.૧૪/૦૩/૨૦૨૨ સુધી ટેબલ ટેનિસ, લોન ટેનિસ, ટેકવેન્ડો, કરાટે, આર્ચરી, જુડો, સ્કેટીંગ, કુસ્તી અને બેડમિન્ટનની સ્પર્ધાઓ યોજવામાં આવશે. તથા આ અંગે વધુ માહિતી માટે https://khelmahakumbh.gujarat.gov.in વેબસાઇટ ઉપર જાણી શકાશે. તેમ, જિલ્લા રમતગમત અધિકારીશ્રી, રાજપીપલા-જિ.નર્મદા તરફથી એક અખબારી યાદીમાં જણાવાયું છે.