માંગરોળના વડ ગામમાં દીપડો કૂવામાં ખાબક્યો.માંગરોળ વન વિભાગની ટીમે રેસ્ક્યુ કરી દીપડાને સહી-સલામત બહાર કાઢ્યો..

Share toમાંગરોળ તાલુકાના વડ ગામમાં દીપડો શિકારની શોધમાં કુવામાં ખાબકતા વન વિભાગની ટીમે રેસ્ક્યુ કરી દીપડાને સહી સલામત બહાર કાઢ્યો હતો
વડ ગામના ખૈના પાટ ફળિયામાં રહેતા સુનીલભાઈ ગામીત ના ઘર ના વાડામાં સિંચાઇના પાણી માટે બનાવેલ કૂવામાં ગત રાત્રિ દરમિયાન શિકારની શોધમાં આવેલો દીપડો કુવામાં ખાબક્યો હતો. બપોરના સમયે ખેતરમાં સિંચાઇનું પાણી આપવા ગયેલા ખેડૂતે કૂવામાં દીપડો જોયો હતો. ત્યારબાદ વાંકલ વન વિભાગ રેન્જ કચેરીને આ ઘટના અંગે જાણ કરવામાં આવતા આર.એફ.ઓ નીતિનભાઈ વરમોરા, જયંતીભાઈ બારીયા ,હિતેશભાઈ માલી , મનીષભાઈ વસાવા, નારણભાઈ ચૌધરી, જીગ્નેશ ભાઈ ચૌધરીવગેરે વનકર્મી ઓ ટીમ વડ ગામે પહોંચી ગઈ હતી. પરંતુ દીપડો ઊંડા કૂવામાં હોવાથી લેપટૅ એમ્બેસેડર ટીમના કૌશલ મોદી, પ્રદિપસિંહ વાસીયા, રઘુવીરસિંહ ખેર, તેમજ અમરકુઈ ગામ વન કલ્યાણ સમિતિના પ્રમુખ શામજીભાઇ ચૌધરી અને તેમની સહયોગી ટીમ ની મદદ લેવામાં આવી હતી ત્યારબાદ પાંજરૂ કૂવામાં ઉતારી દીપડાનું રેસ્ક્યુ કરી સહી સલામત રીતે દિપડાને બહાર કાઢ્યો હતો વડ ગામના રહેણાક વિસ્તારમાં શિકાર ની શોધમાં આ દીપડો આવ્યો હતો અને અંધારામાં કુવામાં ખાબકી ગયો હોવાનું હાલ અનુમાન થઈ રહ્યું છે વનવિભાગ દ્વારા દીપડાને ચિપ્સ લગાવવામાં આવી છે કે કેમ તેની ચકાસણી કરી નવી ચિપ્સ લગાવવા ની તજવીજ થઈ રહી છે.


Share to