November 29, 2023

બજેટમાં મોદી સરકારે ખેડુતોને આપી મોટી ભેટ

Share to



(ડી.એન.એસ),નવીદિલ્હી,તા.૦૧
બજેટ ૨૦૨૨ રજૂ કરતા નાણામંત્રીએ કહ્યું કે સમાવેશી વિકાસ સરકારની પ્રાથમિકતા છે જેમાં ધાન, ખરીફ અને રવી પાક માટે ખેડૂતો સામેલ છે. જે હેઠળ ૧૦૦૦ લાખ મેટ્રિક ટન ધાનની ખરીદીની આશા છે. તેનાથી ૧ કરોડથી વધુ ખેડૂતોને લાભ મળશે. ખેડૂતો માટે કુદરતી ખેતી અપનાવવા માટે રાજ્ય સરકારો અને સ્જીસ્ઈની ભાગીદારી માટે વ્યાપક પેકેજ રજુ કરવામાં આવશે. ૪૪,૬૦૫ કરોડ રૂપિયાના કેન-બેતવા લિંક યોજના ખેડૂતો અને સ્થાનિક વસતીને સિંચાઈ, ખેતી, અને જીવનનિર્વાહની સુવિધા આપનાર ૯ લાખ હેક્ટરથી વધુ ખેડૂતોની જમીનની સિંચાઈ આપવા માટે કરવામાં આવશે. પાકનું મૂલ્યાંકન, ભૂમિ રેકોર્ડ, કીટનાશકના છંટકાવ માટે ખેડૂતો ડ્રોનના ઉપયોગથી કૃષિ અને કૃષિ ક્ષેત્રમાં ટેકનોલોજીની લહેર ચલાવવાની આશા છે. નાણામંત્રીએ કહ્યું કે સ્જીઁ પર રેકોર્ડ ખરીદી કરવામાં આવશે. ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન આપવામાં આવશે. ખેડૂતો ૨.૩૭ લાખ કરોડ રૂપિયા ડીબીટી દ્વારા આપવામાં આવશે. નાના ઉદ્યોગોને ક્રેડીટ ગેરંટી યોજનાથી મદદ આપવામાં આવશે. રેલ્વે નાના ખેડૂતો અને નાના અને મધ્યમ ઉદ્યોગો માટે નવા પ્રોજેક્ટ અને કુશળ લોજીસ્ટીક્સ સર્વિસ તૈયાર કરશે. ેંઙ્ઘઅટ્ઠદ્બ, ી-જરટ્ઠિદ્બ, દ્ગઝ્રજી અને છજીીદ્બ ના પોર્ટલ્સને ઇન્ટર લિંક કરવામાં આવશે જેનેથી તેમની પહોંચ વધુ વ્યાપક બનશે. આ પોર્ટલ ય્-ઝ્ર, મ્-ઝ્ર શ્ મ્-મ્ સર્વિસ આપશે. તેમાં, લોન સુવિધા, ઉદ્યમશીલતાની તકોને વધારવા સામેલ છે.બજેટમાં ખેડૂતો માટે મોદી સરકારે મોટી જાહેરાતો કરી છે. વર્ષ ૨૦૨૩ને સરકારે મોટા અનાજ વર્ષ જાહેર કર્યું છે. સરકાર મોટા અનાજ ઉત્પાદનોની રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બ્રાન્ડીંગ પર ભાર મુકવામાં આવશે. નાણામંત્રીએ ૪૪૬૦૫ કરોડ રૂપિયાના ખર્ચે કેન-બેતવા લિંક પરિયોજનાને શરૂઆત કરવાની જાહેરાત કરી છે, નાણામંત્રીએ ખેડૂતોને ડીજીટલ અને હાઈટેક સેવાઓ આપવા માટે ઁઁઁ મોડલની શરૂઆત કરવાની જાહેરાત કરી છે. જાેકે, પીએમ કિસાન યોજનાને લઈને નાણામંત્રીએ કોઈ જ જાહેરાત નથી કરી.


Share to