લાશની ઓળખ ના થતા પીએમ બાદ ભરૂચ સીવીલ હોસ્પિટલ ખાતે કોલ્ડ સ્ટોરેજ રુમમાં ખસેડવામા આવી.
પ્રતિનિધિ દ્રારા નેત્રંગ. તા.૨૩-૦૭-૨૪.
નેત્રંગ ડેડીયાપાડા રોડ આવેલ રમણપુરા ગામના બસ સ્ટેશનમા રહેતી એક અજાણી અસ્થિર મગજ ની બાઇ ઉમર આશરે ૩૫ થી ૪૦ વર્ષ કે જે સદર રોડ પર રોજેરોજ આટાફેરા મારતી રહેતી તે બાઇને તા.૨૧ના રોજ રાત્રિના ૧૦ થી ૧૧ ના સમય ગાળા દરમિયાન કોઇક અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા શરીરના ભાગે ગંભીર ઇજાઓ થતા તેમજ ૨૦ ફટ જેટલી દુર સુધી ધસડાઇ જતા તેનુ ધટના સ્થળેજ મોત નિપજયુ હતુ . સદર બનાવની જાણ નેત્રંગ ના મોહસીનખાન પઠાણ તેમજ તેના બે મિત્રોને બનાવ અંગેની જાણ કરાતા તાત્કાલિક ધટના સ્થળે પહોંચી ગયા હતા.આ સમયે નેત્રંગ પોલીસ પણ ધટના સ્થળે આવતા મરણ જનાર બાઇની લાશને નેત્રંગ ખાતે રેફરલ હોસ્પિટલ ખાતે લાવવામા આવેલ જેની કોઈ ઓળખ ન થતા લાશને ભરૂચ ખાતે આવેલ સીવીલ હોસ્પિટલ ખાતેના કોલ્ડ સ્ટોરેજ રુમમા રાખવામા આવેલ છે.
મરણજનાર અજાણી આ અસ્થિર મગજની બાઇએ શરીરે લીલા કલરનો ટોપ તથા કથ્થઇ કલરનો લેગો જે ફાટેલી હાલમાં અને ગાળામાં ગુલાબી કલરનાં મણકા વાળી માળા તથા જમણા હાથે દોરો બાંધેલ છે.
ઉપરોક્ત બાઇના કોઈ વાલી વારસ હોય તો નેત્રંગ પોલીસ સ્ટેશન ખાતે સંપર્ક કરવા માટે પીએસઆઇ આર.આર ગોહિલ જણાવ્યુ છે.
*વિજય વસાવા નેત્રંગ*
More Stories
*સાગબારાના ખોચરપાડા ગામની પ્રાથમિક શાળાને ગ્રામજનો એ તાળાબંધી કરતા શિક્ષણ વિભાગ માં દોડધામ*
જુનાગઢ મયારામ આશ્રમ પાસે થયેલ ઘરફોડચોરી ના આરોપીઓને મુદામાલ સાથે પકડી પાડતી એ.ડીવીઝન પોલીસ
જૂનાગઢ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાય રહે તે અનુસંધાને સંવેદનશીલ વિસ્તારમાં “મેગા સર્ચ ઓપરેશન” ડ્રાઇવનું આયોજન કરી કુલ ૨૫૧ ઇસમો વિરૂધ્ધ પોલીસ કાર્યવાહી હાથ ધરવામાં આવી